મહેસાણા ખાતે કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો,

શેર કરવા અહીં ક્લિક કરો.

પ્રભારીએ કહ્યું- કોંગ્રેસમાં નવા કાર્યકરોની ભરતી ગુણદોષ જોઈ કરવામાં આવશે,પક્ષમાં ક્યાંક કચાસ છે જે દૂર કરવી પડશે

ગરવી તાકાત, મહેસાણા તા. 09 – આગામી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફુંકાવાની તૈયારી છે. જેને લઇને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે. જેથી કોંગ્રેસ મજબૂતાઇ સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાના પરચમ લહેરાવી શકે ત્યારે આ અંતર્ગત મહેસાણા કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરી હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણી ને લઈ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને લોકસભાના પ્રભારી સિદ્ધાર્થ પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત કરી જીત મેળવવા આયોજનના ભાગ રૂપે દિવસ દરમિયાન મિટિગ યોજવામાં આવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.