આઈપીએલની સીરીઝ હવે પોતોના અંતીમ દૌરમાં પહોંચવા આવી છે ત્યારે તેમાં સટ્ટાબાજી થતા હોવાના એહવાલ પણ સામે આવ્યા હતા. જેમાં પંજાબના ડીપક હુડ્ડા પર મેચ ફીક્સિંગનો આરોપ પણ લાગ્યો છે. એવામાં આઈપીએલની મેચમાં સટ્ટાબાજી કરતા સટોડીયાઓ પર તંજ કસવામાં આવી રહ્યો છે. જેમાં મહેસાણાના એક વિસ્તારમાં આઈપીએલની મેચોમાં સટ્ટાબાજી કરતો એક સટોડીયો ઝડપાયો છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેઈડ પાડી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો – નંદાસણ પાસેથી 26.57 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ઝડપાઈ, 2 આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ
મહેસાણાના શોભાસણ રોડ ઉપર આવેલ સાહીલ ટાઉનશીપમાં એક આરોપી આઈપીએલની મેચમાં સટો રમાડતો હોવાનુ સામે આવ્યુ છે. જેમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીના ઘર પર રેઈડ કરી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, મોઈનખાન યુનુસખાન સીપાઈ નામનો શખ્સ પોતાના આર્થીક ફાયદા માટે ક્રીકેટની મેચમાં હારજીતનો સટ્ટો રમાડી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે રેઈડ કરી આરોપીના ઘરેથી મોબાઈલ ફોન, ટીવી સેટઓફ બોક્સ, રોકડ રકમ તથા સટ્ટાના સાધનીક કાગળો મળી કુલ 43,220/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે.
ઝડપાયેલ આરોપી વિરૂધ્ધ મહેસાણા એલસીબીની ટીમે તાલુકા પોલીસ મથકે જુગારધારા કલમ 4 તથા 5 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.