કડીના મેઢા ગામે ગેરકાયદેસર બંદૂક સાથે એક આરોપી ઝડપાયો

શેર કરવા અહીં ક્લિક કરો.
કડી તાલુકાના મેઢા ગામની સીમમાંથી ગેરકાયદેસર બંદૂક સાથે વિરમગામના ભોજવા ગામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. એસ.ઓ.જી પી.આઈ બી.એચ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.યુ.રોઝ તેમજ સ્ટાફના માણસો બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે મેઢા ચોકડી થી થોળ તરફ જતા રોડની બાજુમાં ખરાબાની ઝાડીઓમાંથી એક ઈસમ પાસે પરમીટ વગર ની રૂપિયા 2000ની એકનાળી બંદૂક સાથે વિરમગામ તાલુકાના ભોજવા ગામના સિંધી (ડફેર) રમઝાન ગુલાબભાઈને ઝડપી લીધો હતો. જેની ગેરકાયદેસર બંધૂક રાખવા બદલ ધરપકડ કરી બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.