મહેસાણા એસઓજીની ટીમે ખેરાલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી એક આરોપીને ગેરકાયદેસર બંદુક સાથે ઝડપી પાડ્યો છે.SOG એ આરોપીને ઝડપી પાડી મેડીકલ ચેકએપ કરાવ્યા બાદ ખેરાલુ પોલીસને હવાલે કર્યો હતો.
મહેસાણા SOG ની ટીમ જ્યારે પટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, ખેરાલુના દેલવાડા ગામની સીમમાં આવેલ સીપાઈવાસમાં એક આરોપી પરમીટ વગરની બંદુક પોતાની પાસે રાખેલ છે. જેનુ નામ સીંધી હનીફ ઈબ્રાહીમ હોવાની જાણકારી મળી હતી. બાતમી મળતા ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને આરોપીને હથીયાર સાથે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપી વિરૂધ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.