ગરવી તાકાત ડીસા : ડીસાના ભીલડી નેશનલ હાઇવે પર ૧ શિક્ષક તેના પરિવાર સાથે કારમાં ડીસા આવી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રેલર ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. જેમાં કાર ૨૦ ફૂટ જેટલી ધસડાઈ હતી. પરંતુ સદનસીબે શિક્ષક અને પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો.
૧ શિક્ષક પોતાના પરિવાર સાથે કારમાં ભીલડીથી ડીસા આવી રહ્યો હતો. તે દરમિયાન ભીલડી રેલવે બ્રિજ પર એક પાછળથી આવી રહેલા ટ્રેલર ચાલકે શિક્ષકની કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેમાં કાર પલટી મારી હતી અને અકસ્માતમાં કાર ૨૦ ફૂટ જેટલી ધસડાઈ. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા. અને તાત્કાલિક કારમાં સવાર તમામ લોકોને બહાર નિકાળાયા હતા. પરંતુ સદનસીબે શિક્ષકના પરિવાજનોનો આબાદ બચાવ થયો હતો.