સુરતઃ કડોદરાના હળદરૂ ગામ નજીક કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ત્રણ યુવાનોનાં મોત નિપજ્યાં હતા. મૃતક ત્રણેય યુવાનો મહારાષ્ટ્રીયન હોવાનું અને બાઇક પર હળદરૂ ગામ જતા કાળનો કોળિયો બન્યા હતા. જોકે, ઘટના બાદ પોલીસે ત્રણેય યુવાનોની ઓળખ થઈ જતા આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માત બાદ કાર ચાલક ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

એકનું ઘટના સ્થળે જ મોત: મળતી માહિતી પ્રમાણે, અજય લક્ષમણ પાટીલ, મહેશ સુરેશ પાટીલ અને કિશોર વિશ્વાસ મહાજન ત્રણેય મિત્રો બાઈક પર નીકળ્યા હતા. દરમિયાન કડોદરના હળદરૂ ગામ નજીક એક પૂરપાટ આવીલ કારે અડફેટે લીધા હતા. જેથી મહેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અજય અને કિશોરને તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. જોકે, અકસ્માત સર્જનાર કાર ચાલક ભાગી ગયો હતો. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય યુવકો મહેશ નામના યુવકના જન્મદિવસની ઉજવણી જતા અથવા આવતા કાળનો કોળીયો બન્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

મૃતક યુવાનો

  • અજય લક્ષમણ પાટીલ (ઉ.વ.24 રહે. બગુમરા, બારડોલી)
  • મહેશ સુરેશ પાટીલ (ઉ.વ.20 રહે. સત્યમ રેસિડેન્સી, જોલવા, કડોદરા)
  • કિશોર વિશ્વાસ મહાજન (ઉ.વ.25 રહે. લક્ષ્મીનગર, વેડરોડ. હાલ બગુમરા, બારડોલી)
Contribute Your Support by Sharing this News: