ગરવીતાકાત,ડીસા

ડીસા તાલુકાના માલગઢ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે. જે બનાવની વિગત અેવી છે કે બાઇક ચાલકે તેનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવી રહેલી રીક્ષાને ટક્કર મારી રિક્ષામાં સવાર વ્યક્તિને ઇજાઓ કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તસ્વીર અહેવાલ જયંતી મેતીયા