એક તરફ ભારતીય જનતા પાર્ટી ગાયના નામે પોલીટીક્સ તેઝ કરી છે તો બીજી તરફ ભાજપ શાસિત અમદવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ગાયોને જબરદસ્તી રીતે પકડી પાડી માલધારી સમાજ પાસેથી લાંચ માંગતા હોવાનુ સામે આવ્યુ છે. આથી અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન અને માલધારીઓ પશુઓ બાબતે સામ સામે આવી ગયા હતા. જેમાં ઢોર પાર્ટી દ્વારા હપ્તો માંગવા મામલે માલધારીઓએ નિકોલ પોલીસ મથકે ધરણા યોજ્યા હતા. કોર્પોરેશન દ્વારા બળજબરી પુર્વક લોકોને ઘરે જઈને બાંધેલા ઢોરને લઈ ગયા હતા. જ્યારે આ મામલે માલીક દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો ત્યારે સામે એમએમસીના માણસોએ ગાળો બોલી હતી.
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા ગેરકાનુની રીતે પશુઓને પકડવામાં આવતાં માલધારી સમાજે શનિવારના રોજ નિકોલ પોલીસ મથકે ધરણા યોજ્યા હતા. જેમાં ઢોર પાર્ટી દ્વારા રબારી કુણાલ વિહાભાઈ, રહે – પ્રભાતભાઈની ચાલીના ઘરે જઈને બીભત્સ ગાળો બોલી બાંધેલા ઢોરને લઈ જવામાં આવ્યા હતા. આ મામલે કુણાલભાઈએ ઢોર પાર્ટીના રાઠવા નામના અધિકારીને જાણ કરી હતી. પરંતુ અ.મ્યુ.કો.ના રાઠવા નામના અધિકારીએ ઢોર છોડાવવા 15 હજારની લાંચ માગી હતી.
અમદાવાદમાં ઢોર પાર્ટી વિરૂધ્ધ અનેક લાંચની ફરીયાદો ઉઠી છે. જેમાં ઢોર પાર્ટી દ્વારા હપ્તાઓ ઉઘરાવતા હોવાનુ પણ ચર્ચાય છે. ત્યારે અ.મ્યુ.કો.ના રાઠવા નામના અધિકારી દ્વારા પોતાની માલીકીના પશુઓને છોડાવવા માટે 15 હજારની લાંચ માંગવામાં આવતાં માલધારી સમાજ રોષે ભરાયો હતો. જ્યારે બીજી તરફ મ્યુનીસીપલ કોર્પોરેશનના કર્મચારીઓના જણાવ્યા મુજબ પશુઓ જાહેર રસ્તામાં રખડતા હતા. સામે માલધારીઓએ દલીલ કરી હતી કે, જો પશુઓ રસ્તા ઉપર રખડતા હતા તો સીસીટીવી ચેક કરવામાં આવે જેથી સત્ય સામે આવી જશે. અમદાવાદમાં માલધારી સમાજ ઢોર પાર્ટીના લાંચીયા કર્મચારીઓથી ત્રાસી ગયા હોવાથી નિકોલ પોલીસ મથકે ધરણા યોજી કડક કાર્યવાહી માંગ કરી હતી. જેમાં મોટી સંખ્યામા લોકો જોડાયા હતા. પોલીસે માલધારી સમાજની રજુઆત ધ્યાને લઈ નીકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી ગાયને હિન્દુ ધર્મની માતા માનીને તીલક અને પુજા કરે છે અને બીજી તરફ ગુજરાતના અમદાવાદ ખાતે મ્યુનીસીપલના અધિકારીઓ ગાયના નામે હપ્તા ઉઘરાવી ગાય ઉપર ત્રાસ ગુજારી રહ્યા છે. શુ આ અધિકારીઓ ક્યારેય પગલા લેવાશે ખરા ?