પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં અમિત શાહની રેલીમાં તોફાન થવાથી રાજનીતિમાં ગરમી વધી ગઈ છે અમિત શાહે આજે આ મામલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં એમણે તસવીરોનો હવાલો આપીને તૃણમૂલ કૉંગ્રેસ પર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડવાનો આરોપ મૂક્યો છે.એમણે કહ્યું કે ભાજપના કાર્યકરો રોડ પર હતા અને ટીએમસીના કાર્યકરો અંદર હતા.એમણે એમ પણ કહ્યું કે મે ટીએમસી આ ચૂંટણી હારી રહી છે.એમણે પંચાયતની ચૂંટણીઓમાં 60 રાજકીય હત્યાઓ થઈ હોવાની વાત કહી અને એમાં પણ વધારે હત્યા ભાજપના કાર્યકરોની થઈ છે.અમિત શાહે ચૂંટણીમાં સહાનુભૂતિ મેળવવા માટે ટીએમસીએ જ પ્રતિમા તોડી હોવાની વાત કરી.ભાજપ પ્રમુખે ચૂંટણીપંચ પશ્ચિમ બંગાળમાં મૂકપ્રેક્ષક બની રહ્યા હોવાનો પણ આરોપ મૂક્યો છે.એમણે કહ્યું કે અનેક રાજ્યોમાં ચૂંટણી થઈ છે પણ બંગાળમાં જ હિસા થાય છે. અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપંચે ગુનાહિત ઇતિહાસ ધરાવનારા લોકો પર યોગ્ય પગલાં ન લીધા.