અમિત શાહ ગયા હોટલ માં જમવા,અમિત શાહના ડિનરનું મૅનુ : ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી, નીતિશ કુમાર માટે લિટ્ટી ચોખા

ગમ્યું તો આગળ શેર કરો.

             બીજેપી કાર્યાલયના સૂત્રોનું કહેવું છે કે આ ડિનરનું મૅનુ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે અલગ અલગ રાજ્યના નેતાઓ અલગ અલગ વ્યંજનોનો સ્વાદ ચાખી શકે. અમિત શાહના ડિનરનું મૅનુ : ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી, નીતિશ કુમાર માટે લિટ્ટી ચોખા ફાઇલ તસવીર લોકસભા ચૂંટણી 2019 ખતમ થયા બાદ સામે આવેલા Exit Pollના પરિણામોથી BJP ખૂબ જ ઉત્સાહિત છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં બીજેપીના વડપણ હેઠળના ગઠબંધન (NDA)ને 300થી વધારે બેઠક મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. બીજેપીના અધ્યક્ષ અમિત શાહે એક્ઝિટ પોલના પરિણામોની ખુશીમાં મંગળવારે સાંજે એનડીએના નેતાઓને ડિનર પર બોલાવ્યા છે. અમિત શાહનું આ ડિનર શાહી હશે. જેમાં વડાપ્રધાન મોદી, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્યમંત્રી તેમજ જેડીયૂના અધ્યક્ષ નીતિશ કુમાર, એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ હાજર રહેશે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમિત શાહ દિલ્હી સ્થિત અશોકા હોટલમાં આ ડિનર આપી રહ્યા છે. સાંજે 7.30 વાગ્યાથી મહેમાનોનું આગમન શરૂ થશે. તેમની આગતાસ્વાગતા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રી ભોજના મૅનુમાં એનડીએના દરેક નેતાઓની પસંદગીનું ભોજન સામેલ છે. આશરે અલગ અલગ પ્રકારના 35 વ્યંજનો પીરસવામાં આવશે. ડિનરમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના હોવાથી ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવશે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો