અમીરગઢની બનાસ નદી ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી બન્ને કાંઠે વહેતી થઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

— બનાસ નદીમાં નીર આવતાં લોકો નદી જોવા ઉમટી પડ્યા :

— ઉપરવાસમાં અને માઉન્ટ આબુમાં ભારે વરસાદ થવાથી અમીરગઢની બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ થઇ છે :

ગરવી તાકાત પાલનપુર : ઉપરવાસ તથા માઉન્ટ આબુ તથા અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વધુ વરસાદ થવાથી અમીરગઢ પાસે થી પસાર થતી અને બનાસની જીવાદોરી ગણાતી એવી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ સત્તત વધતા નદી બંને કાંઠે વહેતી થઈ હતી.
સતત પાણી વધતા ઘોડાપુર જેવો માહોલ સર્જાયો હતો. નદીમાં પાણી વધતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિને લઇને તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું અને કોઈને નદીની પાસે જવાની મનાઇ ફરમાવી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.