હંગામાના દાવા વચ્ચે સંસદ સત્ર દરમ્યાન લોકસભામાં 117 ટકા કામ થયુ

શેર કરવા અહીં ક્લિક કરો.

સંસદના શિયાળુ સત્રની શરૂઆતના કેટલાક દિવસ હંગામામાં પસાર થયા. જ્યાં એક બાજુ રાજ્યસભામાં 12 સાંસદોને સસ્પેન્ડ કરાયા ત્યાં બીજી બાજુ આ સસ્પેન્શનની અસર લોકસભાની કાર્યવાહી ઉપર પણ અડી અને ગૃહને વારંવાર સ્થગિત કરવું પડ્યું. જાે કે લોકસભામાં બુધવારે અનેક રેકોર્ડ પણ બન્યા. બુધવારે લોકસભાની પ્રોડક્ટિવિટી 117 ટકા રહી. જેણે બંને ગૃહમાં કૃષિ કાયદા પરત લેવાના બિલ પર હંગામો જાેયો હોય તેમના માટે એક દિવસની ઉપલબ્ધિ પર સહજ રીતે ભરોસો કરવો મુશ્કેલ બને.


વાત જાણે એમ છે કે બુધવારે લોકસભામાં સાંસદોનો દિવસ રહ્યો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પહેલ પર ઝીરો અવરમાં જે પણ સાંસદે બોલવા માટે ઈચ્છા વ્યક્ત કરી તે બધાને તક આપવામાં આવી. આ જ કારણ છે કે બુધવારે લોકસભામાં ઝીરો અવર અને એક  બિલ  પર થયેલી ચર્ચા મળીને 127 સાંસદોએ પોતાની વાત રજુ કરી. જેમાં 109 સભ્યો ઝીરો અવરમાં બોલ્યા.

શિયાળુ સત્રના શરૂઆતના બે થી ત્રણ દિવસ હંગામા અને શોરબકોરમાં પસાર થયા. જાે કે બુધવારે સ્પીકર ઓમ બિરલાએ તેની ભરપાઈ કરવા માટે બે વાર ઝીરો અવર લીધો. પહેલા 12.09 થી બપોરે 2.35 સુધી અને પછી સાંજે 6.29 થી સાંજે 7.35  સુધી. એટલે કે બુધવારે ઝીરો અવરમાં કુલ 2 કલાક અને 33 મિનિટનો સમય આપવામાં આવ્યો. જેમાં અલગ અલગ પક્ષોના કુલ 109 સભ્યોએ પોત પોતાની વાત રજુ કરી.


ભાજપ સરકાર આવ્યા બાદ ઝીરો અવરનું મહત્વ વધી ગયું છે. પીએમ મોદીએ પોતાના મંત્રીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે સાંસદો તરફથી ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ પર બધાએ ધ્યાન આપવું પડશે. આ સમસ્યાઓ દેશના ખૂણા ખૂણાની હોય છે જેમ કે કેરળના કોઈ સાંસદ પોતાના વિસ્તારની કોઈ સમસ્યા ઉઠાવે છે તેનાથી ખબર પડશે કે તે વિસ્તારના લોકોને શું જાેઈએ છે. તે જ રીતે ઉત્તર પૂર્વ કે પહાડી વિસ્તારના કોઈ સાંસદ પોતાના વિસ્તારની સમસ્યાનો ઉલ્લેખ કરે છે તો તેનાથી જાણકારી મળી શકે છે કે તે રિમોટ વિસ્તારોના લોકો શું ઈચ્છે છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.