બનાસકાંઠાના દલિત સંગઠન દ્વારા મફત ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ 

શેર કરવા અહીં ક્લિક કરો.
બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં ચાલી રહેલી  કોરોના વાઇરસની મહામારીના સમયમાં હાલમાં ઓક્સિજન અને હોસ્પિટલોમાં બેડ પણ મળી શકતા નથી અને એમ્બ્યુલન્સો પણ સમયસર મળતી ન હોઇ આવા કપરા સમયમાં બનાસકાંઠાના થરાદ, વાવ અને સૂઈગામ તાલુકાના લોકો માટે બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા મફત ઓક્સિજન સાથે વાહન સેવા શરૂ કરવામાં આવી છે.
ઉપરોકત ત્રણેય તાલુકાના કોઇપણ ગામડેથી તાલુકા લેવલે હોસ્પિટલ સુધી તમામ સમાજના ઈમરજન્સી દર્દીને લાવવા માટે મફત ઓક્સિજન સાથે વાહન સેવા આપવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માટે નાનજીભાઇ હડીયલ, થરાદ (મો.૯૮૨૪૯૨૨૭૯૪) હમીરભાઈ ચૌહાણ, વાવ (મો.૯૮૭૯૭૭૪૮૫૮) અને અરજણભાઈ વાઘેલા સૂઇગામ (મો.૭૦૪૬૫૩૧૮૪૨) નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.