ગુજરાતના મોખરાના યાત્રાધામ અંબાજીમાં દેશભરમાંથી માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. રાજ્ય સરકાર દ્વારા આ મંદિર ને ઝેડ કેટેગરીમાં મુકવામાં આવ્યું છે આ મંદિર મા વિવિધ દરવાજા પૈકી માઈ ભક્તોને મંદિરમાં પ્રવેશ કરવા માટે સુરક્ષા ઘેરા માથી ચેકિંગ કરાવી પ્રવેશ મેળવવાનો હોય છે અને અંબાજી મંદિરમાં મોબાઈલ કે બીજા કોઇ ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ છે. 20 મે ના રોજ રાત્રે 11 વાગે અંબાજી શહેર મહામંત્રી મેહુલ ગઢવી કેજે કોંગ્રેસ પાર્ટીના નેતા છે તેઓ રાત્રે 11 વાગે કોઈપણ જાતની ઝેડ કેટેગરી ની સુરક્ષા વીંધી કઈ રીતે મંદિરની અંદર બંદૂક લઈ પહોંચી જઈ પોતા

નો જન્મદિવસ કેક કાપી ઉજવણી કર્યો હતો અને આ કાર્યક્રમના ફોટાઓ મેહુલ ગઢવી દ્વારા પોતાના ફેસબુક પેજ ઉપર મુકવામાં આવ્યા હતા આમ અંબાજી મંદિર ના સુરક્ષા અધિકારી ગંભીર છબરડો બહાર આવ્યો છે ત્યારે અંબાજીના સામાજીક કાર્યકર્તા લક્ષ્મણ ઠાકોર દ્વારા આ બાબતની ગંભીરતા સમજી મુખ્યમંત્રીથી લઇ વિવિધ 11 જગ્યાએ કાયદેસર પુરાવા સાથે ફરીયાદ કરવામાં આવતા ભારે ચકચાર મચી છે જિલ્લા પોલીસ વડા અને અંબાજી મંદિરના ચેરમેન તાત્કાલિક ધોરણે બર્થ ડે મનાવી રહેલા ગેરકાયદેસર પ્રવેશ કરેલા તમામ લોકો ઉપર પોલીસ ફરિયાદ નોંધી કાયદાનો અમલ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. અંબાજી મંદિરમાં ૨૦ મે ના રોજ રાત્રે 11 વાગે મેહુલ ગઢવી મંદિર પરિસરમાં ચાચર ચોક સુધી પહોંચી ગયા હતા તેમની સાથે જીઆઇએસએફએસ ના જવાન, અંબાજી પોલીસ ના જવાન અને કેટલાક ખાનગી માણસો મંદિર પરિસરમાં એક કલાક સુધી કેક કાપી બર્થ ડે મનાવ્યો હતો અને બંદુક હાથમાં લઈ ફોટા પડાવ્યા હતા અને આ બધા ફોટોગ્રાફ ગઢવી દ્વારા પોતાના ફેસબુક પેજ ઉપર મુકવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ વડા આ તસ્વીરમાં દેખાતા તમામ લોકો ઉપર કાયદેસર પોલીસ ફરિયાદ કરી તમામ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે સાથોસાથ આ તમામ લોકોને મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ આપનાર સુરક્ષા અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.