ગરવીતાકાત અંબાજી: અંબાજીમાં એક આધેડ ઈસમે બાળાને કેરીની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરતા લોકોએ તેને અર્ધમુઓ કરી પોલીસને

સોંપ્યો હતો. યાત્રા ધામ અંબાજીમાં આવેલ બ્રહ્મપુરી વિસ્તારમાં રહેતા દિલીપ પઢીયાર નામના ઈસમે ગઈકાલે બપોરના સમયે એક અંદાજીત ૮ થી ૧૦ વર્ષની બાળાને કેરીની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. જાકે બાળાએ બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવી આરોપી દિલીપ પઢીયારને માર મારી પોલીસને સોપ્યો હતો. આથી પોલીસે તેની સામે પોસ્કો સહિતનો ગુનો દાખલ કરી તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.