કોરોના મહામારી ને કારણે પોલીસ દ્વારા વિવીધ રોડ ઉપર ચેકીંગ થઈ રહ્યુ છે. જેમાં આજે અંબાજી ખાતે પોલીસ ચેકીંગમાં હતી ત્યારે તેમને શંકાસ્પદ હાલતમાં બે ઈસમો મળતા તેમની અટકાયત કરવામાં આવી. બાદમાં તેમની પુછપરથ કરતા તેમને ત્રણ બાઈક ચોર્યાનુ કબુલ કર્યુુ હતુ.
આ પણ વાંચો – અંબાજી દર્શનાર્થે જઈ રહેલ પરીવારનો અકસ્માત, કારમાં આગ લાગતા ત્રણ ના મોત
પો.સબ.ઇન્સ જી.આર ઠાકોર તથા સ્ટાફના શૈલેષકુમાર સાયબાભાઇ તથા મુકેશભાઇ ગલબાભાઇ તથા મગશીભાઈ કલ્યાણભાઇ તથા ઈશ્વરભાઈ ગોકળભાઇ તથા દિલીપપુરી વસંતપુરી અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા. આ દરમ્યાન બે ઈસમો (૧) કાળુભાઇ મોહનભાઇ અંગારી તથા (૨) નીરમાભાઇ કાળુભાઇ ડાભી બંને રહે-જોગીવર તા-કોટડા જી –ઉદેપુર(રાજસ્થાન) વાળાઓ મો.સા સાથે કામાક્ષી મંદીર ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા. જેથી તેઓની સઘન પુછપરછ કરતાં બન્ને આરોપીઓએ અગાઉ ત્રણ મોટર સાયકલોની ચોરી કરેલાનું કબુલાત કર્યુ હતુ. આ બન્ને કોટડા ગેંગના મેમ્બર હોવાનુ સામે આવેલ છે. આ આરોપીઓને બાઈક સાથે રૂ. 65,000/- નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ હતો. અને બન્ને આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.
રીકવર કરેલ મુદામાલ
(1) હોન્ડા કંપનીનુ સાઇન નંબર GJ-08-HF-9724
(2) હોન્ડા કંપનીનુ સાઇન નંબર GJ-08-BD-3297
(3) હીરો કંપનીનુ એચ એફ ડીલક્ષ રજી નં RJ-22-SV