પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો 
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આંબાઘાટ પર ગત મોડી રાત્રે સાડા બારેક વાગ્યાના સુમારે એક ટ્રકમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જે અંગેની જાણ અંબાજી પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટતું હોય છે. પરંતુ હાલમાં કોરોના વાયરસની મહા મારીને પગલે મંદિર બંધ હોય લોકડાઉન બાદ આજે મંદિર ખોલવાનો નિર્ણય લેવાયો હતો. જો કે યાત્રાળુઓની અવર જવર લોકડાઉનને કારણે બંધ હોવાને કારણે આંબાઘાટ પર અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું હતું. દરમિયાન હવે ગતરાત્રે સર્જાયેલ આગની આ ઘટનાની વિગત એવી છે કે અંબાજીથી સતલાસણા વચ્ચે આવેલ અંબાઘાટ પર ગત રાત્રીના સાડા બારેક વાગ્યાના સુમારે એક ટ્રકમાં અકસ્માત થતાં આગ લાગી હતી. જેની જાણ થતા અંબાજી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ બાબતે અંબાજી મંદિરના ફાયર ફાઈટર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર વિભાગની ટીમ પણ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
Contribute Your Support by Sharing this News: