કોરોનાની બીજી લહેરમાં તો આખું ગુજરાત હેરાન થયું હતું. જાેકે હવે કોરોનાની લહેર થોડીક શાંત પડી છે. પરંતુ હવે મચ્છરજન્ય રોગચાળાએ તેમજ વાયરલ ઈન્ફેકશને માઝા મુકી છે. અમદાવાદ તેમજ વડોદરા જેવા શહેરોમાં મચ્છરજન્ય રોગચાળો બરાબરનો વકર્યો છે. ત્યારે વધુમાં નવસારીમાં આવેલ અંબાડા ગામમાં સૌથી ખરાબ હાલત હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો – ફઈએ સગી ભત્રીજીને તેની માસીના બે દિકરા પાસે બળાત્કાર કરાવ્યો : અમરેલી
નવસારીમાં આવેલ અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. કોલેરાગ્રસ્ત જાહેર કરવા પાછળનું કારણ છે કે અહીયા 2 દિવસમાં ઝાડા ઉલ્ટીના 39 કેસ જેટલા કેસ નોંધાયા છે. જેના કારણે ગામના લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ઉઠ્યો છે. લોકોના મનમાં રોગચાળાને લઈને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સમગ્ર મામલે 8 જેટલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કારણકે તેમની હાલત ઘણી ગંભીર હતી. વકરતા જતા રોગચાળાને કારણે મેજિસ્ટ્રેટે અંબાડા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે. ગામના લોકો આ રોગચાળાને કારણે ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પીવાના પાણીની લાઈનમાં દુષિત પાણી ફળ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે. જેના કારણે ગામમાં કોલેરા ફેલાયો છે. જાેકે વકરતા રોગચાળાને કારણે ૩ જગ્યાએ પાણીની લાઈનમાં લીકેજ મળી આવતા પાઈપ પણ બદલવામાં આવ્યા છે.