ગરવી તાકાત, મહેસાણા તા. 01 – મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી પૈકી તારીખ 30 ઓક્ટોબર 2023 થી લઈ ચોથી નવેમ્બર 2023 સુધી તમામ સરકારી કચેરીઓના રેકોર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજીની કામગીરી તેમજ તમામ ગ્રામ્ય અને શહેરની તમામ કચેરીઓની સાફ સફાઈ કરવાની કામગીરી હાલે સસ્તા ની સેવા ઝુંબેશ અંતર્ગત ચાલી રહી છે.
જે પૈકી મહેસાણા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં પણ વર્ગીકરણ તેમજ જુના વાહનોની હરાજીની કામગીરી થઈ રહી છે. જેમાં જિલ્લાના 10 તાલુકાના જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના કર્મયોગીઓ માં જોડાયેલા છે. 4-11-23 સુધી તમામ સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ , ભંગારનો નિકાલ , જુના વાહનોની હરાજી જેવી કામગીરી આ અઠવાડિયા સુધીમાં કરવામાં આવશે.