અલ્પેશ ઠાકોરે દિયોદરના માનવતા ગ્રુપ ના સેવા કાર્ય ને બિરદાવ્યું
બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે દિયોદર રેફરેલ કોવિડ-19 કેર સેન્ટર માં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મુલાકાતે પહોંચ્યા હતા જેમાં કોવિડ 19 કેર સેન્ટર માં સારવાર લેતા દર્દીઓ ની પણ મુલાકાત લીધી હતી આ બાબતે રેફરેલ હોસ્પિટલ ની મુલાકાત માટે આવેલ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે વર્તમાન સમય કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા ની આજે મુલાકાતે આવ્યો છું અહીં દર્દીઓ ને પુરી સારવાર મળે છે. દિયોદર રેફરલ હોસ્પિટલ જર્જરિત હોવા છતાં અહીંના ડોકટર ટિમ અને સેવાભાવી લોકોએ સાથે મળી કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અલ્પેશ ઠાકોરે વધારાની 108 ની 24 કલાક સુવિધા માટે જિલ્લા કલેકટરને રજુઆત કરવા આહવાન કર્યું હતું. તેમજ કોરોના દર્દીઓને ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દિયોદર કોવિડ-19 કેર સેન્ટર ખાતે દરેક દર્દીઓને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા પુરી કરવા માટે માનવતા ગ્રૂપનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોર સહિત કાર્યકરો પણ હાજર રહ્યા હતા.