બનાસકાંઠાના માર્કેટયાર્ડો બંધ હોવાને કારણે તૈયાર થયેલો પાક પણ ઘરે જ પડ્યો રહ્યો
બનાસકાંઠા જિલ્લો એ ખેતીને વરેલો જીલ્લો છે જિલ્લાના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે.ત્યારે જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઉનાળુ સિઝન ના પાકોનું વાવેતર કર્યું હતું અને તાજેતરમાં પાકો તૈયાર થઈ ગયાં છે.પરંતુ બીજી તરફ વધતા જતા સંક્રમણને લઈ બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડોને તાળા લાગ્યા છે.માર્કેટયાર્ડો બંધ હોવાને કારણે ખેડુતો પોતાનો તૈયાર થયેલો પાક વેચવા જઈ શકતા નથી.જેને લઇ ખેડૂતોએ મુશ્કેલીઓ વેઠી પોતાના ખેતરોમાં જ પાકનો સંગ્રહ તો કરી દીધો પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહી કરાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડુતોને તૈયાર થયેલો પાક હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું કે માવઠું થાય તો બગડી જવાની ભીતિને લઈ ખેડુતો ભારે હાલાકી ભોગવવા મજબુર બન્યા છે ત્યારે શું છે જિલ્લાના ખેડુતોની સ્થિતિ આવો જાણીએ.
આ બાબતે ખેડૂતો શું કહે છે.
આ બાબતે ખેડુત રામજીભાઈઅે જણાવ્યું હતુ મે અમારો પાક તો તૈયાર થઈ ગયો છે પરંતુ પાક ભરાવવા ક્યાં જવું માર્કેટયાર્ડો બંધ છે. જેથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂત ફલજીભાઈઅે જણાવ્યું કે અમારા ખેતરોમાં તૈયાર થયેલો પાક માર્કેટયાર્ડમાં ભરાવા જઈ શકતાં નથી. હવે હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે જેથી અમારો પાક બગડી જવાની ભીતિ છે સરકાર ત્વરિત માર્કેટયાર્ડો ખુલ્લા મૂકે તેવી અમારી માંગ છે.