ડૉ. ડી. કે. બારડ ડાયગ્નોસ્ટીક એન્ડ આઇસીડી હોસ્પિટલ વેરાવળ અને ગાયત્રી પરિવાર આલીદરનાં સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ ૧૬૦ દર્દીઓને તપાસી નિદાન કરી વિનામૂલ્યે દવા, લેબોરેટરી, કાર્ડિયોગ્રામ, સુગર પરીક્ષણ કરી આપવામાં આવેલ હતું. જેમાં ડૉ. ડી. કે. બારડ અને તેમનાં સાત આરોગ્ય કર્મચારીઓએ સેવા બજાવી હતી. આ ઉપરાંત ગાયત્રી પરિવાર નાં યુવાનો શ્રી વનરાજભાઈ પઢિયાર, કલ્પેશભાઈ પરમાર, કૃપાલભાઈ ડોડિયા, ભરતભાઈ ડોડિયા અને પ્રકાશભાઇ વાળાએ પ્રશંસનીય સેવા કરી હતી. આ સમગ્ર કેમ્પનું આયોજન, વ્યપસ્થાપન અને સંચાલન શ્રી જગમાલભાઈ પરમાર સાહેબ દ્વારા કરવામાં આવેલ હતુ.


