બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બે માસ અગાઉ થયેલ રચના ખોટા રેકર્ડથી કરાઈ હોવાના આક્ષેપ 

શેર કરવા અહીં ક્લિક કરો.

વર્ષ ૨૦૧૭ માં સભ્ય પદ સસ્પેન્ડ કરાયુ હોય તેવા વ્યક્તિને પ્રમુખ ન બનાવી શકાય તેવા આક્ષેપો સાથે નવા હોદ્દેદારો નિમાયા 

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની રચના ને લઈ વિવાદ ઊભો થયો હતો. બે માસ અગાઉ થયેલી સંઘની રચના ખોટા રેકર્ડ ઉભા કરી બનાવી હોવાના આક્ષેપ સાથે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવા હોદ્દેદારોની રચના કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની રચના ને લઈ વિવાદ સર્જાયો હતો. તેમાં બે માસ અગાઉ થયેલી સંઘની રચના ખોટા રેકર્ડ ઊભા કરી બનાવવામાં આવી હોવાના આક્ષેપ ઊઠ્યા હતા. અગાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સભ્ય સંજય દવે દ્વારા ગેરકાયદેસર રીતે સંઘના પ્રમુખ બની બેઠા હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. ત્યારે અગાઉની કમિટીની રચનાને ખોટા રેકર્ડ ઉભા કરી બનાવી હોવાના આક્ષેપ સાથે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવા હોદ્દેદારોની નિમણુંક કરી કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે ડીસાના માંગીલાલ પટેલની નિમણુંક કરાઇ હતી જ્યારે મહામંત્રી પદે જગમાલભાઈ જોશીની વરણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો – મહેસાણા નગરપાલીકા : ભ્રષ્ટાચારને છુપાવવા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને આગળ કર્યા ? આરોપ તો મોટા માથાઓ પર હતા !

આ બાબતે થયેલા આક્ષેપો અનુસાર અગાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંજયભાઈ દવેએ અગાઉ કરેલ અરજીમાં પોતાને રાજ્ય સંઘના હોદ્દેદાર જણાવી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી થવી જોઇએ તેવી રજુઆત કરી હતી. જોકે તે સમયે રાજ્ય સંઘના પ્રતિનિધિ હોદ્દેદાર ચમનભાઇ વાઘેલા હતા. તેમ છતાં સંજયભાઈએ પોતાને રાજ્ય સંઘના હોદ્દેદાર ગણાવી રજુઆતો કરી સંગઠન વિરૂધ્ધ પ્રવૃતિ કરેલ હોવાથી આખોય વિવાદ સર્જાયો હતો. જો કે બે માસ અગાઉ થયેલ સંઘની રચના ખોટા રેકર્ડ ઉભા કરી બનાવી હોવાના આક્ષેપ સાથે આજે આજે નવીન હોદ્દેદારોની રચના કરવામાં આવી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.