અમારા પ્રધાનમંત્રી હમ્મેષા કહેતા આવ્યા છે કે સૌથી પહેલા સીમાઓ પર વસેલા ગામડાઓના વિકાસની ચીંતા કરો,બધી યોજના સૌથી પહેલા સીમા પર વસેલા ગામમાં લાગુ થવી જોઈયે, આ ભાજપનો વાયદો પણ છે અને દાયિત્વ પણ અને અમે આ દાયિત્વને સારી રીતે પાલન કરવાનુ જાણીયે છીયે આવુ કેન્દ્રીય ગ્રુહમંત્રી અમીતશાહે ભુજના ધોરડો ખાતે પાટણ,બનાસકાંઠા અને કચ્છ જીલ્લાના સરપંચો સાથે સંવાદમાં કહ્યુ હતુ.
કેન્દ્રીય ગ્રુહમંત્રી ગઈકાલે ભુજ આવ્યા હતા,જ્યા તેમને સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણ કરી આજે સવારે ધોરડો પહોંચ્યા હતા. જ્યા તેમને પાટણ,બનાસકાંઠા, અને કચ્છ જેવા સરહદી વિસ્તારના સરપંચો સાથે સવાંદનો કાર્યક્રમ યોજ્યો હતો.અહિ તેમને સીમા પર વસેલા ગામડાના વિકાસની વાતને સરદાર પટેલ સાથે જોડતા કહ્યુ હતુ કે, સરદાર પટેલ પણ માનતા હતા કે સીમાના ગામમાં પણ રોડ,પાણી,વિજળી, પહોંચાડવુ જોઈયે અને સીમા ઉપરથી પલાયન પણ રોકવુ જોઈયે. પરંતુ દુર્ભાગ્યની વાત એ રહી કે કોન્ગ્રેસે સરદારની સલાહો માની નહી. જ્યારથી અમારી સરકાર બની છે ત્યારથી અમે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહો ઉપર ચાલવાની શરૂઆત કરી છે.
વધુમાં અમીત શાહે જણાવ્યુ હતુ કે 2008 થી 2014 વચ્ચે દેશભરમાં રોડ બનાવવાની ગતી 170 કીમી હતી, જેને અમે વધારી 480 કી.મી. સુધી પહોચાડી દીધી છે. 2014 પહેલા ચીનની સરહદ ઉપર પણ 230 કી.મી. ઝડપે રોડ બની રહ્યા હતા અને વધારી અમે 470 કી.મી. પહોંચાડી દીધી છે.સીમા સુરક્ષા ઉપર ભાર આપતા અમીત શાહે જણાવ્યુ હતુ કે સીમા ઉપર 2008 થી 2014 ની વચ્ચે માત્ર 1 જ સુરંગ બની હતી. 2014 માં અમારી સરકાર બન્યા બાદ 6 સુંરગો બનાવી ચુક્યા છીયે અને 19 ઉપર કામ શરૂ દીધુ છે.