- છાપી પાસે તેનીવાડા હાઇવે ઉપર કારમાંથી 671 બોટલ દારૂનો જથ્થો છાપી પોલીસે ઝડપી પાડયો
- પોલીસ દ્વારા રૂ. 98,803 નો દારૂ સહિત કાર મળી કુલ રૂ.3.48 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો
વડગામ તાલુકાના છાપી નજીક આવેલ તેનીવાડા હાઇવે ઉપર એક શંકાસ્પદ કાર નો છાપી પોલીસે પીછો કરી 671 બોટલ વિદેશીદારૂ ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી જોકે દારૂ ની ગુજરાત માં ડિલિવરી કરનાર કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો છાપી પીએસઆઇ એસ.ડી.ચૌધરી ને મળેલ બાતમી આધારે શુક્રવાર વહેલી સવારે સ્ટાફ ના પ્રવીણસિંહ , અશ્વિનભાઈ, યાજ્ઞિકભાઈ તેમજ રતુભાઈ રજોસણા હાઇવે ઉપર રાજસ્થાન થી આવતી કાર ઉપર વોચ રાખતા એક સ્વીફ્ટ કાર પુરઝડપે અમદાવાદ તરફ જતાં પોલીસે કાર નો પીછો કરતા તેનીવાડા હાઇવે ઉપર સી.એન.જી પંપ સામે કાર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો.

પોલીસે કાર ની તલાશી લેતા કાર માંથી વિવિધ બ્રાન્ડ ની 551 બોટલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તેમજ બિયર ની બોટલ નંગ 120 મળી કુલ કિંમત રૂ .98,803 તેમજ કાર ની કિંમત રૂ. ૨ લાખ પચાસ હજાર મળી કુલ રૂ 3,48,803 નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુનો દાખલ કરી ફરાર બુટલેગર ની શોધખોળ શરૂ કરી હતી.