#પેટાચુંટણી_રીઝલ્ટ : કરજણની શીટ ઉપરથી ભાજપના અક્ષય પટેલની જીત

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાત રાજ્યમાં પેટાચુંટણીના રીઝલ્ટના દિવસે ભાજપ તમામ આઠ શીટો ઉપર આગળ ચાલી રહી છે. જેમાં સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે કે વડોદરાના કરજણની શીટ ઉપરથી ભાજપના અક્ષય પટેલ જીતી પણ ગયા છે. આ પેટાચુંટણીમાં કરજણની શીટ ઉપરથી કીર્તીસીંહ તેમની સામે કોન્ગ્રેસ પક્ષ તરફથી લડી રહ્યા હતા. જેઓની અક્ષય પટેલ સામે હાર થઈ છે. અક્ષય પટેલ લગભગ 16288 હજાર મતોથી વિજય થયા છે.

કરજણની શીટ ઉપરથી અક્ષય પટેલને કુલ 76958 મતો પ્રાપ્ત થયા છે. જેમાં પોસ્ટલ બેલેટથી કુલ 127 મતો મળ્યા હતા. તેમના મુખ્ય પ્રતીધ્વંધી કીરીટસીંહ જાડેજાને 60533 મતો પ્રાપ્ત થયા છે. પોસ્ટલ બેલેટમાં તેમને 111 મતો પ્રાપ્ત થયા છે. વોટ શેરની વાત કરવામાં આવે તો કોન્ગ્રેસ છોડી ભાજપમાં ગયેલા  અક્ષય પટેલને 53.62 ટકા તથા કીરીટસીંહ જાડેજાને 42.18 ટકા મતો મળ્યા છે.

કરજણની શીટ ઉપર ભાજપ તરફથી અક્ષય પટેલને ટીકીટ આપવામાં આવી હતી. તેઓ આ પહેલા કોન્ગ્રેસ પક્ષમાંથી 2017 ના વર્ષમાં વિધાનસભાના ઈલેક્શનમાં ચુંટાઈને આવ્યા હતા, પરંતુ રાજ્યસભાના ઈલેક્શન વખતે તેઓએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. જેથી વડોદરાની કરજણશીટ ખાલી થતા તેઓ ભાજપની ટીકીટ પર ફરિથી કરજણની શીટ ઉપર પેટાચુંટણીમાં ભાગ લીધો હતો. કોન્ગ્રેસ તરફથી કીરીટસીંહ જાડેઝાને કરજણની શીટ ઉપરથી ટીકીટ આપવામાં આવી હતી. પરંતુ કીરીટસીંહ જાડેજા મુળ કચ્છના હોવાથી ભાજપે પેટાચુટંણીમાં અંદરખાને દુષ્પ્રચાર તેેમના મુળ વતનને લઈ કર્યો હતો. જેની અસર પણ આ રીઝલ્ટમાં જોવા મળી રહી હોય તેવુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે. 

કરજણની શીટ ઉપર શરૂઆતના દૌરમાં કીરીટસીંહ જાડેજા આગળ હતા પરંતુ જેમ જેમ અન્ય રાઉન્ડની મતગણતરી શરૂ કરવામાં આવી ત્યાર બાદ અક્ષય પટેલની લીડ વધવા લાગી હતી. અત્યારે લેટેસ્ટ માહીતી મુજબ ભાજપના અક્ષય પટેલ 16288 મતોથી વિજય થયા છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.