એઈડ્સને ફક્ત સ્વાસ્ય્ સાથે નહી પણ સામાજીક મુદ્દાના રૂપે જોવો જોઈયે : અનિલ કક્કડ

શેર કરવા અહીં ક્લિક કરો.

દર વર્ષે સમગ્ર વિશ્વ મા 1 ડિસેમ્બર ના  દિવસે ઉજવાતા વર્લ્ડ એઇડ્સ ડે ને અનુલક્ષી ને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર (DLSA) ના નેતૃત્વ હેઠળ  જનજાગૃતીના કાર્યક્રમ તરીકે તારીખ 01/12/2020 ના કરવામા આવેલ વેબ સેમીનાર નુ આયોજન સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. સેમીનાર ના મુખ્ય વક્તાઓ તરીકે ગુજરાત સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટી ના નિવૃત એડીશન્લ પ્રોજેક્ટ ડાયરેકટર, ડૉ. કે. કે. શાહ, M.D. (Pharmacology), PLV  ટીમના અનિલ કક્કડ અને જયરામ સોની એ તબીબી વિજ્ઞાન ના સિધ્ધાંતો, શૈક્ષણિક બાબતો, આર્થિક–સામાજિક પાસાઓ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની આ બાબતે ઉપલબ્ધ માર્ગદર્ષિકાઓ, એઈડ્સ ના દર્દીઓને મળતી સરકારી સહાયો તેની યોજનાઓ, અને અધ્યતન વિગતો સાથે છેલ્લી આંકડાકીય માહિતી નો યોગ્ય સમન્વય કરી ખુબ જ ઉપયોગી વિગતો રજુ કરી હતી. આ સેમીનાર મા એઈડ્સ એટલે શું, એઈડ્સ માટે ની ગેરસમજૂતિઓ, તેના લક્ષણો, તેને ફેલાવવાના પ્રાથમીક કારણો, એઈડ્સ થી બચાવ માટેના ઉપાયો, તેમા જાળવવાની સાવચેતીઓ, તેના ટેસ્ટીંગ, દવાઓ, સારવાર ની માહિતી પણ રજુ થઇ હતી.

વિશ્વભરમાં કુલ 3.80 કરોડ HIV સાથે જીવી રહ્યા છે

ટીમ ના અગ્રણી  અનિલ કક્કડ ના જણાવ્યા મુજબ  આંતરરાષ્ટ્રીય સ્તરે થી  વિશ્વ એઇડ્સ દિવસ 2020 માટે “ વૈશ્વિક ભાગીદારી અને સહિયારી જવાબદારી ” સુત્ર નક્કી થયેલ છે. WHO ના અહેવાલ મુજબ દુનિયામાં 3 કરોડ 80 લાખથી વધુ લોકો HIV સાથે જીવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે અંદાજીત નવા HIV ના સંક્રમણની સંખ્યા 17 લાખ, ભારતમાં 69.22 હજાર અને ગુજરાતમાં 3.37 હજાર છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (નાકો), આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને ઇન્ડિયન કોઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ દ્વારા 2019 માં કરવામાં આવેલા અનુમાન પ્રમાણે ભારતમાં પુખ્ત વયની વ્યક્તિઓમાં HIV નું પ્રમાણ વર્ષ 2019 માં 0.22 % છે, જે ગુજરાતમાં 0.20% છે. એ જ પ્રમાણે  ગુજરાતમાં સગર્ભા માતાઓમાં HIV નું પ્રમાણ વર્ષ 2019 માં વર્ષ 2017 ની તુલનામાં ઘટ્યું છે – જે વર્ષ 2017 માં 0.44% હતું જે ઘટીને 0.39 % થયું છે. એ જ રીતે નવા HIV ના ચેપનું પ્રમાણ પણ ઘટ્યું છે. આજના યુવાઓમાં HIV/AIDS પ્રત્યે જાગરૂકતા વધે અને આ રોગ સાથે સંળાયેલી ખોટી માન્યતાઓ દૂર થાય એ માટે નાકો દ્વારા યુનિસેફના સહયોગથી HIV/AIDS નામની મોબાઈલ ઍપ્લિકેશન બનાવવામાં આવી છે.

એઈડ્સના દર્દીઓ સાથે સામાજીક ભેદભાવ ના કરવો

આ દિવસે જાહેર જનતા જોગ એક સંદેશમા કક્કડ એ જણાવ્યુ હતુ કે ” દ્રઢનિશ્ચયતા અને ખંત, કરશે HIV/AIDS નો અંત ” આવનારા દિવસોમાં પણ એઇડ્સને લગતી ગુણવત્તા પૂર્વક ની સેવાઓ અવિરતપણે મળતી રહે અને એઇડ્સ સાથે જીવતી વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો સામાજીક ભેદભાવ ન થાય એ માટે એઇડ્સ ને ફક્ત સ્વાસ્થ્યનો મુદ્દો ન સમજતા સામાજિક મુદ્દાના રૂપમાં જોવો જોઈએ. એઇડ્સ ની સાથે-સાથે સંક્રમિત લોકોની સામાજિક સુરક્ષા પણ જરૂરી છે. એઇડ્સ ધરાવતા લોકો ક્યારેક ભયભીત અને દુઃખ અનુભવે છે. દરેકની જેમ, તેમને પ્રેમ અને સાથ ની જરૂર છે. એચઆયવી અને એઇડ્સ વિશે પત્રિકાઓ અને માહિતી એકત્રિત કરીએ અને  આપણાં સમુદાય ના લોકો સાથે વહેંચીએ. આજ સુધી મીડિયાએ એઇડ્સ વિરુધ્ધ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે અને આગળ પણ આવી જ આશા કરી શકાય છે કે એઇડ્સની લડતમાં મીડિયા પોતાની ભૂમિકા સારી રીતે ભજવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.