સ્માર્ટ સીટી અંતર્ગત અમદાવાદના રંગરૂપ બદલવાના નવતર પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે અમદાવાદનો જાણીતો ફૂડ સ્ટ્રીટ વિસ્તાર લા ગાર્ડને પણ ખાણી પીણીની બજાર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.
અમદાવાદ નગરપાલિકાના કમિશ્નર વિજય નહેરાએ આ અંગે તેમના ટિ્‌વટર પર જાણકારી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે દિવાળી પહેલા અમદાવાદની લા ગાર્ડન સ્ટ્રીટનું રિડેવલોપમેન્ટ કામ પૂર્ણ કરવામાં આવશે. અને તે પછી આ નવું લા ગાર્ડન કંઇક અનોખુ દેખાશે.
ઉલ્લેખનીય છે કે રિડેવલોપમેન્ટ બાદ આ ફૂડ સ્ટ્રીટમાં લોકોને ચાલવા માટે પેડેસ્ટ્રીયન ઝોન બનાવવામાં આવશે. સાથે જ ફૂડ ટ્રક ઊભા રહી શકે તે માટે વ્યવસ્થા અને સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવશે. તેમણે કેટલીક તસવીરો અલગ અલગ એન્ગલથી લૉ ગાર્ડનની સ્ટ્રીટ કેવી લાગશે તે બતાવી હતી. સાથે જ રાત માટે રોશનીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં વેપારીઓ માટે વેન્ડર બિઝનેસ ઝોન તૈયાર કરવામાં આવશે. વળી ચોખ્ખાઇ અને સુવિધા બની રહે તે માટે પણ પુરતા પ્રયાસ કરાશે. અને ટ્રાફિકના પ્રશ્નોને પણ હળવા બનવાશે. નોંધનીય છે કે ગુજરાત સરકારે હાલમાં જ ૨૪ કલાક તમામ ખાણી પીણીની દુકાનો ખુલ્લી રહશે તેવી જાહેરાત કરી છે. ત્યારે દિવાળી સુધીમાં જો આ પ્રોજેક્ટ પૂરો થઇ જશે તો સ્વાદ રસિક અમદાવાદીની દિવાળી ચોક્કસથી સુધરી જશે!

Contribute Your Support by Sharing this News: