40-50ની સ્પીડથી દોડતી છૂકછૂક ગાડીને બદલે હવે 100 કિમીની સ્પીડથી દોડતી ટ્રેન જોવા મળશે હિંમતનગર રેલવે સ્ટેશને મોટા ભાગની તૈયારીઓ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાતાં 15 દિવસમાં ટ્રેન દોડતી થઇ જશે

હિંમતનગર: અમદાવાદ-હિંમતનગર રેલ્વે ટ્રેકની ગેજ પરિવર્તન કામગીરીનો સીઆરએસ થઇ ગયા બાદ રેલ્વે વ્યવહારની સુવિધાઓ શરુ થવાની કાગળોએ રાહ જોવાઇ રહી છે. રેલ્વે સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર થોડી ઘણી બાકી કામગીરીની આપૂરતી માટે તડામાર કામગીરી ચાલુ છે અને પંદર દિવસમાં હિંમતનગર-અમદાવાદ રેલ સેવા માટે સજ્જ છે. રેલ્વે મંત્રાલયની લીલી ઝંડી માટે રાહ જોવાઇ રહી છે.

હિંમતનગર- અમદાવાદ 87 કિમી ના રેલ્વે ટ્રેકના ગેજપરિવર્તન માટે ડિસેમ્બર 2016 થી કામગીરી શરુ કરવામાં આવી હતી અને 400 કરોડ થી વધુનો ખર્ચ થયો છે. 40-50 ની સ્પીડ થી દોડતી છૂકછૂક ગાડીને બદલે હવે 100 કી.મી ની સ્પીડ થી દોડતી રેલ્વે જોવા મળશે. અઢી વર્ષની ગેજપરિવર્તન કામગીરી બાદ રેલ્વેનો સીઆરએસ ઇન્સ્પેક્શન ટ્રાયલ પણ થઇ ગયો છે અને એમાં જણાયેલ કેટલીક ત્રુટીઓ પણ દૂર કરવામાં આવી છે. સિનિયર સેક્શન એન્જિનિયર નંદલાલ કુશવાહાએ જણાવ્યુ કે રેલ્વે ટ્રેકના સ્લીપર નીચે કેટલીક જગ્યાએ બેલાસ્ટનું પ્રમાણ ઓછુ જોવા મળ્યુ છે તથા રેલ્વે સ્ટેશન પર પીવાનું પાણી શરુ કરવા કનેક્શન આપવા જેવી કામગીરી થઇ રહી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે. રલ્વેના પીઆરઓ પ્રદિપ શર્માએ જણાવ્યુ હતુ કે આગામી 15 દિવસમાં હિંમતનગર – અમદાવાદ રેલ સેવા શરુ કરવા રેલ્વે તંત્ર સજ્જ છે. રેલ્વે મંત્રાલયની મંજૂરી મળવાની રાહ જોવાઇ રહી છે.

આ અંગે સાબરકાંઠાના ભાજપના સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યુ કે હું રેલ્વેના અધિકારીઓ સાથે ચર્ચા કરી વિગતો મેળવી રેલ્વે મંત્રીને મળવાનો છું. નોંધનીય છે કે બ્રોડગેજ રેલ્વે સુવિધાને ચૂંટણી નડી ગયા બાદ હવે રેલ્વે મંત્રાલયને લીલી ઝંડી મળવાની રાહ જોવાઇ રહી છે.

Contribute Your Support by Sharing this News: