ગરવી તાકાત,અમદાવાદ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. સરકારી નોકરી છોડી સમાજ સેવાના કામમાં જોડાઈ ગયેલા યુવા નેતા ગોપાલ ઈટાલીયા જ્યારથી ગુજરાત આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ત્યારથી તેમની સક્રીયતાને કારણે ગુજરાતમાં આપ પાર્ટી ના કાર્યકર્તાઓમાં અને સભ્યોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે.
આમ આદમી પાર્ટીને રાજ્યમાં વિસ્તૃત કરવા માટે પાર્ટી દ્વારા યુવા જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે, જે 2 ઓક્ટોમ્બર સુધી ચાલવાનુ છે. અત્યાર સુધી ગુજરાતભરમાં અલગ અલગ વિસ્તારમાથી હજારોની સંખ્યામાં નવા કાર્યકર્તાઓ અને સભ્યો જોડાયા છે.
આ યુવા જો઼ડો અભિયાન અંતર્ગત આજે અમદાવાદ શહેરમાંથી એક સાથે 150 કરતા વધુ વકીલો આમ આદમી પાર્ટીમાં જોડાવાથી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ અને જોષ પુરાઈ ગયો હતો. ગુજરાત આમ આદમી પાર્ટીમાં અમદાવાદની વિવિધ કોર્ટમાં પ્રેક્ટીસ કરતા 150 વકીલો એક સાથે જોડાવાથી પાર્ટીને હવે કાનુની મદદ સરળતાથી મળી રહેશે.
આ પણ વાચોં – શ્રેય હોસ્પીટલ દુર્ઘટના : ગુનેગાર વિરૂધ્ધ રજુઆત કરવા જતા AAP ના નેતાઓની ધરપકડ
ગુજરાત આમ આદમી પાર્ટી દિલ્લી મોડેલને આગળ ધરી મફત શીક્ષણ, હેલ્થ, વિજળી,રોડ-રસ્તા જેવી પ્રાથમીક જરૂરીતાયો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરળતાથી મળી રહે એ માટે સરકાર સામે અવાર નવાર અવાજ ઉઠાવતી રહે છે. રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નાથવા માટે પણ પાર્ટીના નેતાઓ સતત અવાજ ઉઠાવતા રહે છે.
12 મી સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટી એ સુરત શહેરમાથી પ્રાઈવેટ ગોડાઉનમાંથી લાખો રૂપીયાનુ સરકારી અનાજના જથ્થાનુ કૌભાંડ પકડી પાડ્યુ હતુ. જેમાં આમ આદમી પાર્ટીએ સરકાર ઉપર આરોપ લગાવ્યા હતા કે અમારી પાર્ટી એ તંત્રનુુ કામ સરળ બનાવી દીધુ છે, જેમાં તમામ મોટા અધિકારીઓ અને પોલીસ કર્માચારીઓને આ ગેરકાયદેસર રીતે પ્રાઈવેટ ગોડાઉનમાં પડેલુ સરકારી અનાજના જથ્થાનુ સ્થળ બતાવવામાં આવ્યુ છે છતા પણ કોઈ અધિકારી કોઈ કર્મચારીઓ અહી આવી આ ગોડાઉનમા પડેલા અનાજ ને શીઝ કરવાની હીમ્મત નથી કરી રહ્યા. જે દર્શાવે છે કે આ અનાજ માફીયાઓને સરકાર છાવરી રહી છે એવા આરોપો આમ આદમી પાર્ટીએ સરકાર ઉપર લગાવ્યા હતા.