થોડા જ સમયનાં વરસાદમાં અમદાવાદની અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા તો ક્યાંક પાણીમાં લોકોનાં વાહનો પણ બંધ થઇ ગયા હતાં.

વાયુ વાવાઝોડું ફંટાઇ ગયા બાદ રાજ્યમાં દરિયાકાંઠાનાં વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર સુધીમાં તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શ્યામલ, બોપલ-ઘુમા, વેજલપુર, વસ્ત્રાલ, ખાનપુર, એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. થોડી જ મિનિટોમાં જશોદાનગરમાં ભૂવો પડ્યો છે. આ ભૂવો રસ્તાની વચ્ચે જ છે જેના કારણે લોકોને અવર જવરમાં હાલાકીનો સામનો પડી રહ્યો છે.

 જશોદાનગરમાં ભૂવો પડતા તેમાં ટ્રક સપડાઇ ગઇ હતી. હાલ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
જશોદાનગરમાં ભૂવો પડતા તેમાં ટ્રક સપડાઇ ગઇ હતી. હાલ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

 જીવરાજપાર્કમાં પણ પાણી પાણી થઇ ગયું હતું.જીવરાજપાર્કમાં પણ પાણી પાણી થઇ ગયું હતું.
 હવામાન વિભાગ દ્વારા બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ- ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. (આજનાં વરસાદ પછી જીવરાજપાર્ક વિસ્તારની તસવીર)હવામાન વિભાગ દ્વારા બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ- ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. (આજનાં વરસાદ પછી જીવરાજપાર્ક વિસ્તારની તસવીર)

 વેજલપુરથી પ્રહલાદનગરનાં રોડની તસવીરવેજલપુરથી પ્રહલાદનગરનાં રોડની તસવીર
Contribute Your Support by Sharing this News: