ગરવી તાકાત મુંબઈ ઈન્ડિયન્સએ આઇપીએલ 2020 ની ફાઇનલ જીતીને પાંચમી વખત આઇપીએલનું ટાઇટલ જીત્યું છે. મુંબઈએ ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવી પાંચમી વખત ટાઇટલ મેળવ્યું હતું. ટ્રેન્ટ બોલ્ટને તેની શાનદાર બોલિંગ બદલ મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. હવે આઇપીએલ 2020 નો પુરી થઈ છે, ત્યારે ક્રીકેટ ફેન આઈપીએલ 2021 ની રાહ જોઈ રહ્યા છે.સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે કે આ વખતે બીસીસીઆઈ 2021 ના આઈપીએલમાં નવી ટીમમાં એન્ટ્રી આપવા જઈ રહી છે, અને તે ટીમ અમદાવાદની હશે. આઈપીએલ 2021 માટેની હરાજી ડિસેમ્બરમાં થવાની છે, ત્યારે બીસીસીઆઈની યોજના છે કે આઈપીએલ 2021 એ 8 ટીમોને બદલે 9 ટીમો રાખવામાં આવે. બીસીસીઆઈ જલ્દીથી આ અંગેની ઘોષણા કરી શકે છે. આગામી આઈપીએલની સીઝન માર્ચ અને એપ્રિલમાં રમાશે. આઇપીએલ 2021 ની હરાજી ડિસેમ્બરમાં નહીં,વર્ષના પ્રારંભમાં કરવામાં આવશે,અને આ વખતે આઈપીએલ ભારતીય ધરતી પર યોજાશે. જો બીસીસીસીઆઈ આગામી સીઝનમાં નવી ટીમમાં પ્રવેશ આપે છે, તો ટૂર્નામેન્ટમાં પણ કેટલાક ફેરફારો થઈ શકે છે.
આ પણ વાંચો – IPL 2020 : કઈ ટીમ કેવી રીતે ક્વોલીફાઈ થઈ શકે જાણો
આ વર્ષે આઈપીએલ યુએઈમાં યોજાઈ હતી. ફાઇનલમાં જસપ્રિત બુમરાહ એક પણ વિકેટ લઈ શક્યો નહોતો,જેના કારણે પર્પલ કેપથી તેને વંચીત રહેવુ પડ્યુ હતુ. રબાડાને પર્પલ કેપ એનાયત કરાયો હતો. તે જ સમયે, કેએલ રાહુલ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો અને તેને ઓરેન્જ કેપથી નવાજવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 2019 અને 2020 આઈપીએલ જીતવામાં સફળ રહી છે. અત્યાર સુધી આ ટીમ 5 વખત આઈપીએલનો ખીતાબ જીતવામાં સફળ રહી છે. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ મુંબઈની ટીમ આઈપીએલમાં સતત સારો દેખાવ કરી રહી છે. ગયા વર્ષે મુંબઈએ ચૈન્નઈને હરાવીને આ ખિતાબ જીત્યો હતો, જ્યારે આ વર્ષે તે દિલ્હીની ટીમને હરાવીને આઈપીએલનું ટાઇટલ જીતવામાં સફળ રહ્યું હતુ. દિલ્હી કેપિટલ્સ સામેની ફાઇનલમાં રોહિત શર્માની પણ સારી કેપ્ટનશીપ હતી અને તેણે બેટિંગમાં પણ નિર્ણાયક 68 રન કર્યા હતા.