ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચને એવી બાતમી મળી હતી કે મુંબઈનો એક શાર્પ શૂટર Hotel Vinus માં રોકાયો છે. આ વ્યક્તિ ગુજરાતમાં કોઈ મોટી હત્યાને અંજામ આપવા માટે આવ્યો છે. જે બાદમાં ટીમ દરોડા પાડવા માટે હોટલ ગઈ હતી. પરંતુ શાર્પ શૂટરને પોલીસની જાણ થઈ જતાં તેણે ફાયરિંગ સરૂ કરી દીધું હતું. પરંતુ, સદનસિબે કોઈને ઈજા પહોંચી ન હતી અને ટીમે ફાયરિંગ કરનાર વ્યક્તિની અટકાયત કરી લીધી હતી.

યુ.પી. પોલીસ: તથાકથીત વિવાદાસ્પદ પોસ્ટ કરતા દિલ્લીના પત્રકારની ધરપકડ

પોલીસ તપાસમાંથી જાણવા મળે છે કે, આટલા મોટો કીસ્સો બન્યો હોવા છતા, અંધાધુન ફાયરીંગ થયુ હોવા છતા પણ કોઈ જાનહાની નથી થઈ, અને આરોપીને જીવતો પકડી તેની પાસેથી 2 હથિયાર જપ્ત કરાયાં છે. ઝડાપાયેલા આરોપીનું નામ મોહમ્મદ રફીક છે. આ આરોપીની પુછતાછ કરતા તેને મોટો ખુલાસો કર્યો છે. હત્યાના કાવતરાને લઇને ગૃહરાજ્યમંત્રીએ ગોરધન ઝડફિયાને જાણકારી આપી છે.  

ગોરધન ઝડફિયાની હત્યાનો પ્રયાસ

નોંધનીય છે કે બીજેપી નેતા હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ મામલે ગોરધન ઝડફિયાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેએઓ જણાવ્યું હતું કે, મને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ફોન કરીને એવી માહિતી આપી છે કે એક શાર્પ શૂટર પકડાયો છે. જે મારી હત્યા કરવા માંગતો હતો. થોડા સમય પહેલા નવસારીમાં મારી રેકી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ગૃહ વિભાગ જે કામ કરવાનું હશે તે કરશે. સરકાર મને જે સુરક્ષા આપે એનાથી સંતુષ્ટ છું.

ડી ગેંગના ડોન છોટા શકીલનો હાથ

ડી ગેંગના લીડર છોટા શકીલના શાર્પ શૂટર્સ રાજકીય નેતાની હત્યા કરવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસે એક આરોપીની બે પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ATS અને પોલીસની ક્રાઈમબ્રાંન્ચ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.આ સમગ્ર ઘટના શહેરના રિલીફ રોડ પર સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે પોલીસની ટીમ પર અંધાધૂંધ ફાયરીંગ કરવામાં આવ્યું છે. ભરી બજારમાં ફાયરીંગની ધટનાથી આસપાસના લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો.

અંધેરા છટેગા,સુરજ નીકલેગા, કમલ ખીલેગા: વાજપાઈ

  • ગુજરાત ATS એ 01 શાર્પ શુટરની 02 હથિયાર સાથે ધરપકડ કરી…
  • ATS એ આરોપીની ધરપકડ કરી છે. જેનુ નામ મોહમ્મદ રફીક જાણવા મળ્યુ છે.

અગાઉ પણ એટીએસ દ્વારા કથીત આંતકવાદીઓની ધરપકડ થઈ ચુકી છે.

આ વર્ષના જાન્યુઆરી માસમાં વડોદરામાંથી ગુજરાત એટીએસ દ્વારા ઝફર અલીની ધરપકડ કરી હતી.ફેબ્રુઆરી 2017મા પણ ભાવનગર અને રાજકોટમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરઈ હતી જેમા કહેવાતુ હતુ કે આ વ્યક્તિ ISIS સાથે જોડાયેલા છે. એજ વર્ષમાં ઓક્ટોમ્બર 2017 માં પણ સુરતમાંથી બે શંકાસ્પદ આંતકવાદીની ધરપકડ કરાઈ હતી. આના સીવાય પણ ઘણી બધી ધરપકડો ગુજરાત પોલીસ અને એટીએસ દ્વારા થઈ ચુકી છે.

Contribute Your Support by Sharing this News: