સમગ્ર ભારત દેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની મહામારી દરમ્યાન સૌથી વધુ સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ કે જેઓ ફરજ દરમિયાન મૃત્યુ પામે તો તેઓને સાચી શ્રધ્ધાંજલી પાઠવવા માટે અમદાવાદના આનંદનગર પોલીસ મથકના પોલીસકર્મીએ અમદાવાદથી દિલ્હી ઇન્ડિયા ગેટ સુધીની સાયકલ યાત્રા શરૂ કરી છે જેઓ આજે પાલનપુર ખાતે પહોંચ્યાં હતાં.
આ પણ વાંચો – પાલનપુરમાં ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતરી જતા 1500 થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા

સમગ્ર ભારત દેશમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો હતો. કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોને ઓક્સીજન અને હોસ્પિટલમાં બેડ પણ મળતા ન હતા તેવા કપરા સમયમાં પણ પોતાના પરિવારની પરવા કર્યા વિના પોલીસ કર્મીઓ રાત દિવસ પોતાની ફરજ પર ખડેપગે હાજર રહીને લોકોનું આરોગ્ય સારૂ રહે તે માટે પ્રયત્નો કરતા જોવા મળતા હતા. જોકે કોરોના વાઇરસને કારણે કેટલાક પોલીસ કર્મીઓ પણ ફરજ દરમ્યાન મૃત્યુ પામ્યાં હતાં જ્યારે આ પોલીસકર્મીઓને સાચી શ્રધ્ધાંજલી પાઠવવા માટે અમદાવાદના એક પોલીસ કર્મી સાઇકલ યાત્રા દ્વારા શ્રધ્ધાંજલી પાઠવવા માટે નીકળ્યા છે. તેઓ અમદાવાદથી આશરે 950 કિલોમીટર દુર દિલ્હી ઈન્ડિયા ગેટ સુધી સાયકલ પર યાત્રાઅે જઇ રહ્યા છે. જેઓ આજે પાલનપુર આવી પહોંચતા પોલીસકર્મીઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે સાઈકલ યાત્રા કરવા બદલ સૌએ તેઓને સલામી આપી હતી.