અમદાવાદમાં 3 દિવસ માટે કર્ફ્યુ લાગુ કરી દેવાતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા છે. અમદાવાદ ખાતે કર્ફ્યુનુ કડક પાલન કરાઈ રહ્યુ હોવાથી આખા અમદાવાદમાં બજારો સહીત સાધનો પણ બંધ થઈ ગયા છે. પરંતુ કેટલાટ લોકો અટવાઈ પડ્યા હોવાથી બહાર નીકળતા પોલીસ તેમને પાસથી દંડ વસુલી રહ્યાની ખબરો પ્રાપ્ત થઈ રહી છે.
અમદાવાદમાં કોરોના વિષ્ફોટ થતા કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં ગઇકાલ રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ લાગુ કરાયો છે. ત્યારે આજે કર્ફ્યૂની પ્રથમ સવારે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. રાતદિવસ ધબકતું રહેતું અમદાવાદ કરફ્યૂમાં થંભી ગયું હતું. જ્યારે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. શહેરના એસજી હાઈવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, નરોડા, સરખેજ,એમ તમામ જગ્યાએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે કે, અમદાવાદમાં કરફ્યૂનો ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. કરફ્યૂ લાગ્યુ કર્યા બાદ પણ કારણ વગર બહાર નીકળનારાઓ સામે પોલીસે કડક વલણ અખત્યાર કર્યુ છે. . પોલીસે જાહેરાનામાના ભંગ બદલ અનેક લોકો વિરૂધ્ધ ગુના નોંધ્યા છે. પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં જાહેરનામાંનો ભંગ કરનારા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.