ગરવી તાકાત અમદાવાદ : દેશમાં ફરી એકવાર બોગસ ડિગ્રી બનાવતી ટોળકી સક્રિય થઇ છે આંતરરાજ્ય ટોળકીના બે લોકો જુદા-જુદા યુનિવર્સીટી બોગસ સર્ટિફેકેટ બનાવી આપવાના રેકેટ ચલાવતા હતા અને વિદ્યાર્થીઓ પાસેથી જંગી રકમ ખંર્ખેરતા હતા આ ટોળકી દ્રારા અત્યારસુધી 5 હજારથી વધુ બોગસ ડિગ્રી આપ્યા હોવાની કબૂલાત કરી હતી
આ અંગે સાયબર ક્રાઇમના એ સી પી જે એમ યાદવે પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યુ હતુ કે આતંરરાજ્ય બોગસ ડિગ્રી વેચતા આરોપીઓને ચોક્ક્સ બાતમીના અધારે ટેકનિકલ સર્વલન્સ દ્રારા પકડી પાડ્યા હતા જેમના પાસેથી 108થી વધુ વિવિધ યુનિવર્સિટીની બોગસ ડિગ્રી મળી આવી હતી
આ ટોળકી વિવિધ યુનિવર્સિટીના ડેટા હેક કરી જો વિદ્યાર્થીને સર્ટિફિકેટ મેળવવી હોય ખોટા સર્ટિફિકેટ બનાવવા આવે છે અને ઓનલાઇન દેખાડવામાં આવે છે એન્ટ્રી ચેન્જ કરી વિદ્યાર્થીઓને મોંઘી કિંમતે વેચતા હતા જે ઘટનાની જાણ અમદાવાદ સાયબર ક્રાઇમને થતા સાયબરક્રાઇમ ટેકનિકલ સર્વલેન્સનું ઉપયોગ કરી આ ટોળકીનો પગેરુ મેળવી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા
જેમાં આરોપી ઉત્તુન પાતરા અને શુંગાકર ઘોષ જે 24 ડિસ્ટ્રિકટ પરઘડા પશ્રિમ બંગાળના રહેવાસી છે. આ અંગે પોલીસે હજુ કેટલીક જગ્યા બોગસ ડિગ્રી વેચી ચુક્યા છે.તે અંગે પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે