અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ફિલ્મ મેકર અવિનાશ દાસને મુંબઇથી દબોચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત અમદાવાદ : ઝારખંડ કેડરની IAS અધિકારી પૂજા સિંઘલ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની તસવીર શેર કરવા બદલ ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મુંબઈથી અવિનાશ દાસની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી અવિનાશ દાસ વોન્ટેડ હતો. જેણે રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું હતું અને ગૃહમંત્રીના ફોટાને પણ મોર્ફ કરી બિભત્સ લખાણ લખ્યું હતું.

અવિનાશ દાસ તાજેતરમાં ઓટીપી પ્લેટફોર્મ પરની એક વેબ સિરીઝને લઈને ખ્યાતિ મેળવી છે. અવિનાશ દાસ વિરુદ્ધ રાષ્ટ્ર ધ્વજના અપમાન ને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘણી મહેનત બાદ અવિનાશ દાસ ની તેના મુંબઇ ખાતેના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી ને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જૂનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો તાજેતરમાંજ એક મહિલા અધિકારી જેઓ ઝારખંડ ના છે તેઓ મની લોન્ડરિંગ ના કેસમાં સંડોવાયેલા હતા તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો પાંચ વર્ષ જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેને લઈને પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉપરાંત રાષ્ટ્રધ્વજની ગરિમાને નુકશાન અને હાનિ પહોંચે તે મુજબ એક નગ્ન સ્ત્રીનું વિકૃત પેન્ટિંગ બનાવ્યું હતું. આવી તમામ બાબતોને લઈને અવિનાશ દાસ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કાયદેસર ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડિયન પીનલ કોડ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ સાથે જ પ્રિવેનશન ઓફ ઇન્સલટ્સ ટુ નેશનલ ઓનર એકટ 1971 ની કલમ 2 મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે. જેના પગલે મુંબઇ ખાતેથી અવિનાશ દાસની ધરપકડ કરી લેવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.