અમદાવાદ નો બુટલેગર સફારી કાર માં ૨૭ હજાર ના વિદેશી દારૂ સાથે ઝડપાયો:શામળાજી 

શેર કરવા અહીં ક્લિક કરો.

 શામળાજી: અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં નાના-મોટા વાહનો મારફતે વર્ષે-દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. શામળાજી પોલીસે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતો બુટલેગર રાજસ્થાનમાંથી સફારી જીપમાં ગુપ્ત ખાના બનાવી ઘુસાડાતો રૂ.૨૭૨૦૦નો દારુ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સફારી કાર (ગાડી.નં-GJ 06 CB 9677 ) ને અટકાવી તલાશી લેતા સફારી કારમાં ગુપ્ત ખાનામાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૩૪ કિં.રૂ.૨૭૨૦૦ જપ્ત કરી દિવ્યેશ કુમાર શશીકાંત ગોઢાણીયા (રહે,૨૦૩ બ્લોક નં.૧૦ ગોકુલધામ સોસાયટી અંડરબ્રિજ, ચાંદલોડિયા,અમદાવાદ) ની ધરપકડ કરી સફારી કારની કિં.રૂ.૨૦૦૦૦૦ તથા મોબાઈલ કિં.રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.૨૨૮૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વીંછીવાડાથી આગળ ડુંગરપુર રોડ પર આવેલા ઠેકા પરથી વિદેશી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્શ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી દિવ્યેશ કુમાર શશીકાંત ગોઢાણીયાને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ ભરી આપનાર શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.