લોકસભાની ચૂંટણી અગાઉ પક્ષપલટાની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ એક્ટિવ, બે માસમાં 4 ધારાસભ્યોના રાજીનામા

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું. 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 25 – લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ધારાસભ્યનું રાજીનામું આજે પડ્યુ છે. વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું. તેઓ ટૂંક સમયમાં ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કરી શકે છે. રાજીનામું આપતા સમયે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે ધવલસિંહ ઝાલા પણ દેખાયા હતા.

image

જેમના પણ કેસરીયા કરવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ જાણે પૂરજોશમાં ખીલી છે. નવા વર્ષમાં જ ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. માત્ર બે મહિનામાં 2 મહિનામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ અને સી.જે.ચાવડાના રાજીનામા પડ્યા છે. ગુજરાતમાં ભાજપનું ઓપરેશન લોટસ એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા દોઢથી બે મહિનામાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. રાજીનામું આપનાર ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.

સૌથી પહેલાં આપના ધારાસભ્ય ભૂપત ભયાણીએ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતુ. કોંગ્રેસના મોટા નેતા સીજે ચાવડાએ પણ રાજીનામું આપી દીધું. જ્યારે આજે વાઘોડિયા બેઠકથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધુ છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરી દીધુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપી શકે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.