લોકસભાની ચૂંટણી અગાઉ સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા બન્યાં 

શેર કરવા અહીં ક્લિક કરો.

કોંગ્રેસનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પણ પીછેહટ કરી હતી. જેના બાદ ભાજપના મુકેશ દલાલને બિનહરિફ જાહેર કરાયા હતા

આવુ પહેલીવાર થયુ છે કે કોઈ ઉમેદવાર ચૂંટણી પહેલા બિનહરિફ થયા હોય.  સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ રચાયો

ગરવી તાકાત, સુરત તા. 22 – લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ઈતિહાસ રચ્ચો છે. ચૂંટણી પહેલા ભાજપની જીત થઈ છે. સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. આવુ પહેલીવાર થયુ છે કે કોઈ ઉમેદવાર ચૂંટણી પહેલા બિનહરિફ થયા હોય.  સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ રચાયો છે. સુરત લોકસભા બેઠક બિન હરીફ થઈ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ બન્યા છે. ત્યારે આ ઐતિહાસિક જીત પર ભાજપમાં જશ્નનો માહોલ શરૂ થયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મુકેશ દલાલને મીઠાઈ ખવડાવીને તેમને અભિનંદન આપ્યા હતા. ભાજપના લોકસભાના બિનહરિફ ઉમેદવાર મુકેશ દલાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી.

સુરત લોકસભા બેઠકો પર મુકેશ દલાલ બિનહરીફજાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરત લોકસભા બેઠક ઉપર હવે કોઈ પ્રકારની ચૂંટણી એટલે કે મતદાન કરવાની જરૂર નથી. એક જ ઉમેદવાર બાકી રહ્યા હોવાના કારણે તેઓને બિનહરીફ નિયમો અંતર્ગત કરવામાં આવશે. જોકે સત્તાવાર જાહેરાત આજે જ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે.

સુરતમાં બે દિવસથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વન વે જીતી ગયા છે. તેમની સૌથી મોટી ટક્કર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે હતી. બે દિવસ પહેલા કુંભાણીના ચારેય ટેકેદારો ફરી ગયા હતા, અને નિલેશ કુંભાણીનું ફોર્મ કેન્સલ થયું હતું. જેના બાદ ગઈકાલથી આ રાજકીય ઘટનાએ વેગ પકડ્યો હતો. તેના બાદ આજે 8 અપક્ષ ઉમેદવારોએ એક પછી એક ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની શરૂઆત કરી હતી. છેલ્લે વાત બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ અડચણ રૂપ બન્યા હતા. આખરે BSPના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યુ હતું. આમ, કોંગ્રેસનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પણ પીછેહટ કરી હતી. જેના બાદ ભાજપના મુકેશ દલાલને બિનહરિફ જાહેર કરાયા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.