2.68 કરોડથી વધુ મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો
નવીદિલ્હી,તા.6 – લોકસભા ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 1.66 કરોડથી વધુ નામો કાઢીને સુધારેલી યાદીમાં 2.68 કરોડથી વધુ મતદારોને જોડવામાં આવ્યા છે. મતદારોની સંખ્યા વધીને 97 કરોડ થઈ ગઈ છે.આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણાની મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો નથી.
આ આંકડાઓ ચૂંટણી પંચ દ્વારા 2 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દ્વારા શેર કરવામાં આવ્યા હતા, જે સેવ ધ કોન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરી રહી છે, જેમાં મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામો શોધવા અને દૂર કરવાની માગ કરવામાં આવી હતી.
બંધારણ બચાવો ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી હતી. આ અરજીમાં મતદાર યાદીમાંથી ડુપ્લીકેટ નામો કાઢી નાખવામાં આવે અને તેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
પીઆઈએલની સુનાવણી કરતી સીજેઆઈ ડી.વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે ચૂંટણી પંચ પાસેથી વિગતો માગી હતી. ચૂંટણી પંચે એવા લોકોના આંકડા રજૂ કર્યા જેમના નામ મૃત્યુ અથવા નામના રિપીટ થવાને કારણે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ મામલે આગામી સુનાવણી 12મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે.