ગરવી તાકાત મહેસાણા : પંથોડા ગામ માં રહેતા સોહિલ અલીમિયા અકબરમિયા રાત્રીના ના નવ વાગ્યે તેમના પિતા ને બને ઘરે હાજર હતા તે દરમિયાન તેમના ભાઈ સોયબઅલીનો ફોન આવેલ કે સાણદ લગન માં હોય અને ત્યાં માથાકૂટ થયેલ તો લેવા માટે આવે તો તેમના પિતા ગાડી નંબર GJ 01 RJ 6663 લઇ અણદેજ ગયેલા અને તેમના ભાઈ સોયઅબલી લઇ પરત પંથોડા આવતાં હોય રાત્રી ના સમયે અગોલ ગામ પસાર કરી સુર્યમ ફાર્મ નજીક આવતા એક બાઇક રસ્તા ઉપર પડેલ અને અમારી ગાડી રસ્તા માંથી નિકળી ન શકે તેમ હોય ગાડી ચાલકે સાઈડ માં કરી નીચે ઉતરી ને બાઇક સાઈડ માં કરતા
અગોલ ગામનાં ખોખર અંતર મોતીભાઈ તથા રાઠોડ ઇર્ષાદ ઈમામભાઇ આવેલ અને કહેવા લાગેલ કે અમારા બાઇક ને કેમ તે હાથ લગાવ્યો તેમ કહીને બને યુવાનો જેમ તેમ ગાળો બોલવા લાગેલ અને અંતર ના હાથ માં લાકડી હોય જે બરડા ના ભાગે મારેલ અને તે દરમ્યાન અંતર અને ઇર્ષાદ ઉપરાણું લઇને તેમના ગામના રાઠોડ અમન પ્રવીણભાઈ તથા ખોખર ફિરદોષ અબ્દુલભાઈ બને રહે અગોલ જે લોકો આવી ને ગડદા પાટું નો માર મારેલ અને
તેમની ગાડી નો આગળ ની કાચ તોડી નાખેલ અને ગાડી ને નુકશાન કરેલ અને રસ્તામાં આવતા જતા લોકો ભેગા થઈ જતાં ત્યાંથી તે ચારેય લોકો ભાગી ગયેલ અને કહેવા લાગેલ કે આજ તો બચી ગયા છો પણ ફરીથી ગાટ માં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ફરિયાદી એ અગોલ ગામની પાસે આવેલ સુર્યમ ફાર્મ નજીક બનેલ ઘટનાને લઇને ચારેય ઈસમો સામે બાવલું પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી