કાંકરેજ માં પડતર પ્રશ્નોને લઈ આગણવાડી તેમજ તે ડાગર બહેનો સરકાર સામે લડી લેવાના મૂડમાં

શેર કરવા અહીં ક્લિક કરો.

— 200 જેટલી આંગણવાડી તેમજ તેડાગર બહેનોએ મામલતદાર કચેરી ખાતે થાળી વગાડી વિરોધ કર્યો :

ગરવી તાકાત કાંકરેજ : હાલમાં ગુજરાત ભરમાં ઠેર ઠેર વિધાન સભાની ચુંટણી નજીક હોવાના કારણે કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માગણીઓને લઈને સરકાર સામે આવેદનપત્ર તેમજ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં પણ આગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનો તાલુકા તાલુકા મથકે તેમજ જિલ્લા મથકમાં આવેદનપત્ર આપી ચૂક્યા છે ત્યારે આજે કાંકરેજ તાલુકાની 200 જેટલી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ કાંકરેજ મામલતદાર કચેરી પાસે થાળી વગાડી ને પડતર પ્રશ્નો અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું
સતત ચાર દિવસ થી હડતાળ પર ઉતરી ને  ધરણાં પર બેઠાં છે 5 તારીખ થી લઈ ને 17 તારીખ સુધી હડતાળ પર ઉતર્યા છે સરકાર તરફથી નિર્ણય લેવામાં નહી આવે તો રાત દિવસ ધરણાં પર બેસવાની અને કોઈપણ બહેન વોટ નહિ અપે તેવી ચીમકી ઉચ્ચારી છે હવે જોવું રહ્યું કે આ આગણવાડી તેમજ તેડાગર બહેનોની માગણી ક્યારે સરકાર સ્વીકારે છે
કે નહિ અને નહી સ્વીકારવામાં આવે તો આંગણવાડી કાર્યકર ચંદ્રિકા જોષી અને પુષ્પા દરજી સહિત લીલાબેન ચૌધરી એ ચીમકી ઉચ્ચારી હતી કે તમે અમારી માંગણીઓ સંદર્ભે સરકાર તરફથી નિર્ણય લેવામાં નહી આવે તો રાત દિવસ ધરણાં પ્રદર્શન કરી ને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતા ઓ ને ભોગવવું પડશે એવું જણાવ્યું હતું….
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.