ગરવીતાકાત,સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય વિસ્તારો મા યુ.જી.વી.સી.એલ ની બેદરકારીના કારણે ઇલેક્ટ્રિક થાંભલા ઉપર ઝાડ ના વેલા થાંભલા ઉપર ચડી ગયા છે જાણે ઇલેક્ટ્રીક થાંભલા એ લીલી ચાદર ઓઢી હોય તેવું પહેલી નજરે નિહાળી શકાય છે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લાઈટ ગુલ થવાના બનાવો વારંવાર બની રહ્યા છે સ્થાનિક લોકોનું જણાવવું છે કે યુ.જી.વી.સી.એલ ની હિંમતનગર મુખ્ય કચેરી ખાતે કમ્પ્લેન માટે જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે ટેલિફોનિક કર્મચારી દ્વારા અસંતોષકારક જવાબ મળે છે રાત્રિના સમયમાં લાઈટ ગુલ થાય છે ત્યારે તંત્ર દ્વારા બે ચાર કલાક બાદ લાઈટ નો પ્રવાહ જીવિત થાય છે સેક્સ આવા કારણોસર સ્થાનિકોને પણ મુશ્કેલી જણાતી હોય છે આ રીતના વેલા થાંભલા ઉપર ચડી ગયા છે ત્યાં સુધી તંત્ર ઊંઘતું હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં આવા પ્રકારના વેલા ઓ ઇલેક્ટ્રિક થાંભલા ઉપર ચડી ગયા છે જો તંત્ર દ્વારા તમામ ઇલેક્ટ્રીક પોલ લાઈનો ચેક કરવામાં આવે તો ઘણા બધા આ પ્રકારના વેલા થાંભલા ઉપર મળી આવે તેમ છે હવે જોવું રહ્યું ભર ઊંઘમાંથી તંત્ર ક્યારેય જાગીને દોડતું થશે તે જોવું રહ્યું.

તસ્વીર અહેવાલ દિગેશ કડીયા સાબરકાંઠા