— 10 બૂટલેગરો ને ત્યાં તપાસ કરતા 10 બૂટલેગરો ઉપર કેશ કરવામાં આવ્યા :
ગરવી તાકાત મહેસાણા : હાલમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડ એક શબ્દ ખુબ જ ચર્ચાઈ રહ્યો છે. આ શબ્દ કે આ કાંડ કોઈ નવો નથી. ઘણા શહેરોમાં આ પહેલાં પણ ઘણા લોકોના જીવ ગયા છે અને લોકો મોતને ભેટ્યા છે.રાજ્યમાં બે દિવસ પહેલા ભાવનગરના બરવાળામાં લઠ્ઠાકાંડમાં ૩૬થી વધુ લોકોના મોત થયા છે.ત્યારે સમગ્ર રાજ્યની પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે અને બૂટલેગરો ઉપર દરોડો પાડવાની શરૂઆત કરવામાં આવી હતી.અને બૂટલેગરો ઉપર ગુન્હો નોંધી ને કાર્યવાહી કરતા બૂટલેગરો માં ફફડાટ ફેલાઇ ગયો હતો.
મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા ૨૦ પોલીસ સ્ટેશન માં તપાસ ૨૦૦બુટલેગરો નું ચેકિંગ ,૯૦ થી વધારે કેસોની નોંધણી કરવામાં આવી હતી.બોટાદના બરવાળા તાલુકામાં દેશી દારૂના લઠ્ઠાકાંડ મામલે ઉચ્ચસ્તરીય આદેશને પગલે એલસીબી અને SOG સહિત મહેસાણા જિલ્લાની પોલીસ મંગળવારે દેશી દારૂ પકડવાની કામગીરી પ્રાધાન્ય આપ્યું. દેશી દારૂ બનાવતા વેચતા બુટલેગર ઉપર પોલીસે તવાઈ બોલાવી 1 દિવસમાં દેશી દારૂના 90થી વધુ કેસો કર્યા.
મહેસાણા પોલીસવડા અચલ ત્યાગીએ મંગળવારે દારૂની વિશેષ ડ્રાઇવ ગોઠવી. એલસીબી અને એસઓજીની ટીમો પણ દેશી દારૂના પીઠા ગણાતા મહેસાણા શહેર અને જિલ્લાના તમામ વિવિધ પોલીસ મથકો દ્વારા પણ પોતાના વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર ચેકિંગ કરવામાં આવતા 20 પોલીસ મથકોમાં પોલીસ દ્વારા 200થી વધુ બુટલેગરોને ચેક કરી 90થી વધુ દેશી દારૂના કેસ કરવામાં આવ્યા.
મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી ના માર્ગદર્શન અને સૂચના હેથડ તાલુકા ના દરેક પોલીસના કર્મચારીઓ ને સૂચના અને આદેશ આપતા પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. ત્યારે કડી તાલુકા ના પોલીસ સ્ટેશન ના પી.આઇ ડી.બી ગોસ્વામી પણ આદેશના પગલે કડી શહેરમા રહેલ બૂટલેગરો ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરમા આશરે 10 બૂટલેગરો ઉપર દરોડા પાડતા 10 એ બૂટલેગરો ઉપર ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી