45000 સ્કવેર ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં તરભ વાળીનાથનું આ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું
900 વર્ષ પૂર્વે વિરમગીરીજી મહારાજે સ્થાપેલી રબારી સમાજના ગુરુગાદી શ્રી વાળીનાથજી મંદિર
ગરવી તાકાત, મહેસાણા તા. 07 – 22 જાન્યુઆરી 2024 આ તારીખ ઈતિહાસના પન્નાઓમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે. કારણકે, આ દિવસે અયોધ્યા ખાતે થઈ હતી ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા. પ્રધાનમંત્રી મોદીએ રામલલ્લા જન્મભૂમિ પર રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી ત્યારે સમગ્ર દેશ અને દુનિયાભરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. સૌ કોઈ રામમય બની ગયું હતું. હવે ફરી એકવાર ગુજરાતમાં બનેલાં ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપવાના હોવાની ચર્ચા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં તેમની સાથે હાજર રહી શકે છે. 45000 સ્કવેર ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં આ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વીસનગર તાલુકાના તરભ ગામમાં તૈયાર થયું છે આ ભવ્ય મંદિર. અહીં 900 વર્ષ પૂર્વે વિરમગીરીજી મહારાજે સ્થાપેલી રબારી સમાજના ગુરુગાદી શ્રી વાળીનાથજી મંદિર બનાવવામાં આવ્યું છે. આ શિવધામનું વર્ષ 2011માં બળદેવગીરીજી મહારાજના હસ્તે ભૂમપિૂજન કરવામાં આવ્યું હતું. પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાની પાવનભૂમિમાં રબારી સમાજોની ગુરુગાદીની સ્થાપના કરી હતી અને રબારી સમાજના લોકો ગુરુગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજે છે.
આગામી 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત ચારેય પીઠના શંકરાચાર્ય ઉપસ્થિત રહેશે. 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. લાંબા સમયથી આ મંદિર ખાતે અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે. ‘આજ પરંપરાના નિર્વહન માટે માટે બાપુનો આદેશ હતો કે, આ ગાયો અને ઘોડીઓનું જ્યાં સુધી પાલન થશે, ત્યાં સુધી આ સંસ્થા ચાલતી રહેશે.