જાળીલા ગામનાં ઉપસરપંચની હત્યાને મામલે હુમલા સમયે ઉપયોગમાં લેવાયેલી કાર પોલીસે કબ્જે કરી લીધી છે. ઉપસરપંચનું બાઇક પણ પોલીસે કબ્જે લઇ લીધું છે. પુરાવાઓ સાથે છેડછાડ ના થાય એ માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ મર્ડર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. જાળીલા ગામમાં ઉપસરપંચની હત્યા મામલે વડગામનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમાર અને રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકાર સમક્ષ પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

બોટાદનાં જાળીલા ગામનાં ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા થઈ ગઇ છે. આ મામલે તેમનાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ત્યારે હવે રેન્જ IG અશોક કુમાર અને કલેક્ટર સુજીત કુમારે તે પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે પરિવારજનોને આશ્વાસન પણ આપ્યું. મહત્વનું છે કે બોટાદનાં જાળીલાનાં ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા મામલે પોલીસ દ્વારા હાલમાં સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

જો કે હવે કોંગ્રેસનાં 4 ધારાસભ્યોએ પરિવારની મુલાકાત લીધી હતી. 10 સભ્યોનું પ્રતિનિધી મંડળ ગૃહમંત્રીને મળીને આ અંગે વિશેષ રજૂઆત પણ કરશે. સાથે જ હત્યાનાં આ કેસની તપાસ અને સુરક્ષાને લઈને પણ ગૃહમંત્રીને રજૂઆત કરશે. સાથે સાથે પરિવારની 7 માંગને લઈને પણ સરકારને કોંગ્રેસનાં ધારાસભ્યો રજૂઆત કરશે.

હાલમાં જાળીલા ગામનાં ઉપસરપંચની હત્યાને મામલે હુમલા સમયે ઉપયોગમાં લેવાયેલી કાર પોલીસે કબ્જે કરી લીધી છે. ઉપસરપંચનું બાઇક પણ પોલીસે કબ્જે લઇ લીધું છે. પુરાવાઓ સાથે છેડછાડ ના થાય એ માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ મર્ડર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.

બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનાં જાળીલા ગામમાં ઉપસરપંચની હત્યા મામલે વડગામનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમાર અને રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકાર સમક્ષ પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનાં જાળીલા ગામમાં ઉપસરપંચની હત્યાને મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય ધારાસભ્ય શૈલેષ પરમારે મૃતકનાં પરિવારની અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. તેમજ દાણીલીમડા અને ધંધુકાનાં ધારાસભ્ય પણ તેમનાં પરિવારજનને મળવા પહોંચ્યાં હતાં.

ઉપસરપંચની હત્યા મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, જાળીલાની ઘટના સરકારની દલિત સમાજની ઉપેક્ષાનું પરિણામ છે. મૃતક પર 2010, 2011, 2016 અને 2018માં સળંગ હુમલા કરાયા હતાં. PIથી લઇને DYSP, SP અને DG ઓફિસ સુધી પણ આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈએ દાદ દીધી ન હોતી. આથી જ પરિવારજનો અને દલિત કાર્યકર્તાઓને મૃતદેહ ન સ્વીકારવાની ફરજ પડી છે. આ મુદ્દે રમણલાલ વોરાએ પણ નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે બોટાદનાં જાળીલા ગામનાં ઉપસરપંચની 9 શખ્સોએ સાથે મળીને હત્યા કરી છે. આ મામલે સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા પરિવારજનોને 8 લાખ 25 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. સરકાર 50 ટકા રકમ એટલે કે, 4 લાખ 12 હજાર રૂપિયા તાત્કાલિક ચુકવવામાં આવશે. જો કે હવે પરિવારજનોએ સરકારની સહાય લેવાનો પણ ઈન્કાર કર્યો છે.

સરકારની જાહેરાત બાદ મૃતકનાં પુત્ર તુષાર સોલંકીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકાર પાસેથી અમને રૂપિયા જોતા નથી. અમારી તમામ આરોપીઓને પકડવાની માંગ છે અને અમારી 7 માંગોને સરકાર દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં આવશે. ત્યાર બાદ મૃતદેહને સ્વીકારાશે. મહત્વનું છે કે, જાળીનાં ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા કરાઇ હતી. આ મામલે 9 લોકો સામે ફરિયાદ થઈ છે. આ મામલે અત્યાર સુધીમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ સરકાર દ્વારા ઘટનાની ઝડપી તપાસ કરવાનો આદેશ કરાયો છે

Contribute Your Support by Sharing this News: