ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

અમદાવાદની નકલી કોર્ટના નકલી જજ AMCને ચૂનો લગાવ્યાં બાદ વડોદરામાં પણ વધુ એક કારસ્તાન 

October 23, 2024

AMC ને ચૂનો લગાવ્યા બાદ નકલી જજે વડોદરામાં પણ સરકારી જમીનનો ખોટો વહીવટ પાડ્યો!

ગરવી તાકાત, અમદાવાદ તા. 23 – કથિત નકલી જજ બની કોર્ટ મેટર ચલાવવાનો મામલો વધુને વધુ ચર્ચામાં આવી રહ્યો છે. આરોપી મોરિસ ક્રિશ્ચિયને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ લગાવ્યો ચૂનો. નારોલ શાહવાડી વિસ્તારના 5 સર્વે નંબરના બારોબાર ઓર્ડર કરી દીધા હોવાનું સસમે આવ્યું. વર્ષ 2018 માં મોરિસ ક્રિશ્ચિયન દ્વારા કુલ 2.47 ચોરસ મીટર જગ્યાના AMC વિરુદ્ધ ઓર્ડર કરી દેવાયા હતા.

Amc ની સામેના લાભાર્થી વિન્સેન્ટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં ચુકાદા આપ્યા હતા. વર્ષ 2018 થી અત્યાર સુધી AMC નું લીગલ વિભાગ સંપૂર્ણ ઊંઘતું ઝડપાયું હતું. શાહવાડી સર્વે નંબર 102, 107, 117, 118 અને 138 ના બારોબાર AMC વિરુદ્ધ ઓર્ડર કર્યા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી બેદરકાર રહેલું amc નું લીગલ ખાતું તમામ ખોટા ઓર્ડરના એક્ઝિક્યુશન માટે પ્રક્રિયા કરશે. આટલેથી આ નકલી જજનું કૌભાંડ અટક્યું નહોતું. તેણે વડોદરાની પબ્લિકને પણ બનાવી હતી પાગલ…

નકલી જજનું વધુ એક કારનામું વડોદરા શહેરમાં સામે આવ્યું…
નકલી જજ મોરિસ ક્રિશ્ચિયને વડોદરામાં પણ કર્યું છે કૌભાંડ. વડોદરા નજીક કોટાલી ગામની સરકારી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર કર્યું. બોગસ જજે હુકમ કર્યો અને કોટાલીની સરકારી જમીન ખાનગી થઈ ગઈ. બોગસ જજના ઓર્ડરને માન્ય રાખી સર્કલ ઓફિસરે નોંધ પણ પાડી દીધી..સરકારી જમીન ખાનગી થઈ ગઈ અને ખરાઈ કર્યા વિના જ નોંધ પણ પાડી દેવામાં આવી…વિશ્વામિત્રી નદી પરના બ્રિજના એપ્રોચ માટે જમીન સંપાદિત કરાઈ હતી..

એટલું જ નહીં, ખાનગી જમીનમાં ખાનગી વ્યક્તિ બાદ વારસદારોના નામ પણ દાખલ થયા.. સર્કલ ઓફિસરે 2019માં કરેલી ભૂલ 2023માં ખબર પડી, જે ખબર પડતા નાયબ કલેક્ટરે મનાઈ હુકમ ફરમાવી મોટું કૌભાંડ અટકાવ્યું, જો કે, આટલી મોટી ભૂલ કરનાર સર્કલ ઓફિસર સામે કોઈ પગલાં નથી લેવાયા.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
3:57 pm, Oct 23, 2024
temperature icon 35°C
clear sky
Humidity 28 %
Pressure 1009 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 6 mph
Clouds Clouds: 5%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:41 am
Sunset Sunset: 6:07 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0