ડ્રગ કેસ બાદ શાહરૂખ-ગૌરી ખાને આર્યન માટે બોડીગાર્ડ રાખવાનો નિર્ણય કર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

(આર્યન ખાનના ડ્રગ્સ કેસ બાદ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન અને ગૌરી એ હદે ક્ષુબ્ધ થઇ ગયા છે કે, આર્યન ખાન માટે હવે પર્સનલ બોડી ગાર્ડ રાખવાનો ર્નિણય કર્યો છે. શાહરૂખ ખાન સાથે તેમનો બોડી ગાર્ડ હંમેશા પડછાયા માફક રહે છે .આ સિવાય શાહરૂખ ખાન તેમના પુત્ર આર્યનને દિવાળી બાદ મન્ન થી દૂર મોકલવા વિચારી રહ્યો છે.


શાહરૂખ ખાન અને ગૌરી ખાન પોતાના મોટા પુત્ર આર્યન ખાનના સ્વાસ્થ્ય અને સંભાળ માટે હવે પહેલા કરતા વધારે કડક થયા છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાઈ જેલમાં જતા શાહરૂખ અને ગૌરી બંને બેહદ પરેશાન રહ્યા છે. હવે પુત્ર ઘરે પરત આવતા બંને એ મોટો ર્નિણય લીધો છે .જેથી તે દીકરાને વધુ સુરક્ષિત રાખી શકે.

શાહરૂખ ખાન અને ગૌરી આર્યન માટે વ્યક્તિગત સુરક્ષાકર્મી રાખવાનો ર્નિણય કર્યો છે.શાહરૂખ તાજેતરની ઘટનાથી અંદરથી જ એટલો વ્યથિત થઇ ગયો છે,તે વિચારે છે કે, જાે આર્યન પાસે તેમનો બોડીગાર્ડ હોત તો લગભગ આ વાત આટલી મોટી ના બની હોત. રવિની જેમ તે આર્યનનું ધાન રાખત.શાહરૂખ હવે જલ્દી આર્યન માટે બોડીગાર્ડ રાખવાનું મન બનાવી ચુક્યો છે.


આ સિવાય આર્યન સાથે જાેડાયેલી એક ખબર એ પણ છે કે, દિવાળી બાદ શાહરૂખ ખાન આર્યનને ‘મન્નત’થી દૂર કરી દેશે ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ,આર્યન ખાને પોતાનો પાસપોર્ટ સ્પેશલ કોર્ટમાં જમા કરાવવો પડ્યો છે.શરત પ્રમાણે,આર્યન વગર કોઈ મંજૂરીએ મુંબઈ કે ભારત બહાર જઈ શકે નહિ.એવામાં કહેવાય છે કે, શાહરૂખ ખાન પોતાના અલીબાગ વાળા ફાર્મ હાઉસમાં આર્યનને શિફ્ટ કરી દેશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.