અરવલ્લી જિલ્લા માં DGP ના આદેશ બાદ દારૂના અડ્ડાઓ પર અરવલ્લી પોલીસના દરોડા, અરવલ્લી પોલીસે મોડાસા, બાયડ માં દેશી દારૂની ભઠ્ઠીઓ પર છાપા માર્યા,  કુલ 29 કેસ કરી 13.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ગુજરાતનાં પોલીસ વડાના અને ગાંધીનગર વિભાગના વડાએ ગુજરાતમાંથી દારૂ જુગાર ના અડ્ડાઓ ઉપર રેડ કરી આ બદીને નાબુદ કરવાનો આદેશ કરતા અરવલ્લી પોલીસ એ દેશી દારૂના અડ્ડાઓ ઉપર તાબડતોડ રેડ કરી બુટલેગરો સામે પ્રતિકાત્મક કાર્યવાહી કરી હતી, મળતી વિગતો અનુસાર DGP અને DIGનાં દારૂ અને જુગારનાં અડ્ડાઓ ને બંધ કરાવવાનાં આદેશ આપતાં અરવલ્લી પોલીસે મોડાસા તાલુકાના જીવણપુર અને બાયડ તાલુકાનાં આકોડીયા ગામે રેડ કરી હતી અને દેશી દારૂ ની ભઠ્ઠીઓને નાબુદ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.

આ મળેલ સુચનાના આ

ધારે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમાર અને પીએસઆઇ કે.એસ.સીસોદિયા એ જુદી જુદી ટીમો બનાવી અરવલ્લી જિલ્લાનાં  મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના જીવણપુરા ગામે  દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવતાં ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરી દેશી દારૂ બનાવવાનાં સાધનોનો નાશ કર્યો હતો. તો બાયડ નાં આકોડીયા ગામે ખેતરમાં રેડ કરી દેશી દારૂ ગાળવાનો તૈયાર કરેલો વોશ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીમાં જિલ્લા પોલિસ વડાના માર્ગદર્શનમાં જિલ્લા માંથી પ્રોહીબીશનની પ્રવૃત્તી સદંતર અટકાવવા તેમજ નેસ્તનાબુદ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ડ્રાઈવ કરવામાં આવી હતી. પરંતુ

Contribute Your Support by Sharing this News: